બદમાશ કંપની મૂવી


આમ તો ચીલાચાલુ હિન્દી મૂવી જેવું જ. અમુક વાર મને એ ખબર ના પડે કે શકાય ના હોય એવા પ્લાન આપણા હિન્દી મુવીમાં બતાવે છે. શહીદ કપૂર (કરણ) એના મામાને ત્યાં અમેરિકા આવે છે. અહી એના બીજા ત્રણ મિત્રો સાથે એક નકલી સ્કીમ ઉભી કરીને પૈસા બનાવવાનો પ્લાન કરે છે. આમાં એ છેતરામણી કરીને ઘણા પૈસા બનાવે છે. પછી એને એના ત્રણ પાર્ટનર જોડે ઝઘડો થાય છે. એટલે એ બધા છુટા પડી જાય છે. પણ ત્યાં સુધીમાં કરણ સહિતના બધા ભાગીદારો જે ગીલ્ટ અથવા ગુનાની ભાવના અનુભવે છે એનું સારી રીતે ફિલ્માંકન કર્યું છે.

વાત એમ બને છે કે કરણ એના મિત્રો સાથે કારણ વગર ઝઘડી પડે છે. એક મિત્ર સાથે નાની અમથી વાતમાં અંટસ પડી જાય છે. બીજા જોડે કોઈક વાત કહી ના એમાં ઝગડો. મૂળ વાત એ છે કે અહી આ લોકો આવી ગુનાહિત પ્રવૃત્તિ કરવાને કારણે એક બીજા સાથે નાની-નાની બાબતોમાં મન ઊંચું કરી નાખે છે. વાસ્તવમાં આવું ના થાય તો જ નવાઈ. તમે જયારે ગુન્હો કરો ત્યારે તમારું મન એના ભારને સહન નથી કરી શકતું. એ ભારથી તમારું સામાન્ય વર્તન જ બદલાઈ જાય છે.

આના કરતા ગુનાહિત પ્રવૃત્તિ જ પસંદ ના કરાવી શું ખોટી?

Advertisements

About વિરેન શાહ

મારા બ્લોગ પર આપણું સ્વાગત છે. હું મૂળે અમદાવાદનો અને યુંએસેના ડલાસ શહેરમાં રહું છુ. મારા વિચારોને અહી બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરું છુ. આપનો અભિપ્રાય આવકાર્ય છે.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s