ડૉ. મનમોહન સિંઘને પ્રોફેસર કેમ થવું હતું?


જયારે તમે ખુબ જ હોશિયાર લોકોની સાથે બેઠા હોવ તો તમને કેવું ફીલ થાય?

એક વાર પ્રદીપ જૈન, અમારે ત્યાં ડલાસ આવ્યો હતો. પ્રદીપ એટલે એવો વિદ્યાર્થી કે જે ઇન્ડિયાના ટોપ ૦.૧% સ્કોલારમાં ગણી શકાય. એનું અદ્ભુત ભેજું સુપર કોમ્પ્યુટર કરતા પણ ફાસ્ટ ચાલતું હશે. ચેસની રમતમાં કોમ્પુટર એક સાથે જાત જાતની કેટલીયે ચાલો વિચારીને બીજું સ્ટેપ લે એવી ગણતરીઓ પ્રદીપ પળવારમાં (સમજો ને મિલીસેકન્ડમાં) કરી શકે.

અમારા બેચાલાર્સના કોર્સમાં લીનીયર ઇલેક્ટ્રોનિક એવો વિષય આવે. એલ. ડી. કોલેજમાં પ્રથમ વર્ષના આ કોર્સના રીસલ્ટમાં પ્રદીપનો સ્કોર ૯૮/૧૦૦! હવે ઇજનેરીના આ વિષયમાં દાખલા સિવાય થયરી પણ હોય. બધા જ જવાબો પરફેક્ટ. કોઈ જ ભૂલ નહિ. આઈ આઈ ટી ની ભારત લેવલની ગેટની પરિક્ષામાં પ્રદીપ ૯૯ પર્સન્ટાઇલ સાથે ભારત ખાતે બીજો. પણ અમારી એલ.ડી. કોલેજમાં આંદોલન થયા કે જેથી એને ટાઈમસર બી.ઈ. પૂરું થયું નહિ અને એને ગેટની પરિક્ષા ફરીથી આપી. ફરીવાર ૧૦૦ પર્સન્ટાઇલ સાથે સમગ્ર ભારતમાં પ્રથમ!

આવી પરિક્ષઓમાં પ્રદીપને તૈયારી કરવાની જરૂર જ નહિ. એને બધું આવડતું જ હોય. આ એવા સ્કોલરની વાત છે જે કોઈ એકાદ ક્લાસમાં સારા ટકા લાવીને સારી ઈજનેરી કોલેજમાં ભણીને ઇજનેર થયા હોય એવા નહિ પણ સતત અને એ પણ ભારત લેવેલે પ્રથમ સ્કોર કરનારા વ્યક્તિની વાત છે.

હજુ એક બીજી વાત. પ્રથમ વર્ષના એલ.ડી. કોલેજના રીઝલ્ટની. પ્રથમ વર્ષ તમામ વિદ્યાશાખાઓનું કોમન હોય અને તમામ ૬૦૦-૭૦૦ વિદ્યાર્થીનો એક જ કોર્સ. આમાં પ્રદીપ સમગ્ર કોલેજમાં પ્રથમ ૧૨૨૦ માર્ક સાથે. અને પછી બીજા નંબરે ૧૧૧૧ માર્ક, ત્રીજા નંબર પર ૧૧૦૮ વગેરે…જ્યાં ગુજરાતના ટોપ વિદ્યાર્થીઓ ભેગા થયા હોય એમાં આટલા બધા ફરક સાથે પ્રથમ રેન્ક લાવવો એ અભિનંદનની વાત છે.

આ બધામાં હું ક્યાં હતો? બારમાં ધોરણમાં ૯૦% સ્કોર કરીને હું પણ પ્રદીપના ક્લાસમાં સ્થાન પામ્યો હતો. સરખામણીમાં મારા ટકા પણ વ્યવસ્થિત આવતા હતા. છતાંયે પ્રદીપ આગળ આપણો ક્લાસ નહિ…એવા કેટલાયે હોશિયાર વિદ્યાર્થીઓ કે જેમને પોતાની રીતે ઘણી જ અચીવમેન્ટ કરી હોય છતાંયે આ રેન્કિંગમાં દેખાતા નહતા.

આવા (મહાન!) વિદ્યાર્થી સાથે મારા ક્લાસમાં હતો ત્યારે ફક્ત ઓળખાણ જ હતી. પણ એને જયારે ડલાસ આવાનું થયું ત્યારે અમે શાંતિથી મળ્યા. એ સમયે હું નોર્ટેલ નામની કંપનીમાં સોફ્ટવેર ડિઝાઇનરનું કામ કરતો હતો (હજુ પણ ત્યાં જ છુ, આજે એ કંપની એરિક્સને ખરીદી લીધી છે). પ્રદીપને હું તથા નીરવ નામનો બીજો મિત્ર, એક હોટેલમાં જમવા ગયા. મને એમ થાય કે પ્રદીપ જેવો હોશિયાર વિદ્યાર્થી જોડે આપણો શું ક્લાસ? એટલે એમાં એવું થાય કે આપણને વાતો કરતા શરમ આવી શકે કે આપણે કૈક એવું બોલીશું જેમાં આપણે મુરખ લાગીશું તો? અને આ તો ખુબ હોશિયાર વ્યક્તિ. પણ હવે હું એવું શીખ્યો છુ કે હોશિયાર વ્યક્તિઓની આગળ આપણે શર્માંવવાની જરૂર નહિ. એ લોકો એમના સ્થાને શોભાયમાન થાય છે અને આપણે આપણી હોશિયારી અને પદ્ધતિ મુજબ જીવીએ છીએ. એટલે મારે એમાં મારું માથું કાચબાની જેમ શરીરમાં સંકેલી દેવાની જરૂર નહિ.

એક વાર અમારા ટેકનીકલ મિત્રો જોડે CDMA ટેકનોલોજીના ફાયદા અને ગેરફાયદા વિષે ચર્ચા નીકળી. તો થીયોરીટીકલી હું CDMAનો જાણકાર ગણાવો જોઉં કારણકે એ ટેકનોલોજીની સહુથી મોટી કંપનીમાં અને એ જ ફિલ્ડમાં મારી જોબ. ત્યારે હું ફરીથી શિયા વિયા થઇ ગયો કારણ કે આવી જોબ કરવા છતાંયે મને CDMAના  ઘણા પાયાના કન્સેપ્ટ ખબર નહતી. આમાં છતાંયે મારું એવું માનવું છે કે આવી પરિસ્થિતિમાં દુખી થવાની જરૂર જરાયે નહિ.

હજુ મને મારા જુના પ્રસંગો યાદ આવે. જયારે કોલેજમાં સહાધ્યાયીઓ સાથે ઉભા હોઈએ ત્યારની વાત છે. ૧૯૯૪ ની સાલ. એલ.ડી. કોલેજના ઈલેક્ટ્રીકલ ડીપાર્ટમેન્ટમાં બધા ટોળે વળીને વાતો કરતા હતા. ઘણી વાર સામાન્ય ચર્ચાઓ થાય, પણ આ વિધાર્થીઓ સામાન્ય કિસમના નહતા. ૧૨માં ધોરણમાં લગભગ ૨૦૦માં મેરીટ ક્રમે અમારો ૪૫ જણનો (Instrumentation and Control Engineering) ક્લાસ ફૂલ થઇ ગયો હતો. એટલે ગુજરાતના ટોપ ૨૦૦ વિદ્યાર્થીઓમાંથી પ્રથમ ૨૦૦ જણમાના ૪૫ અહી આવ્યા હતા. હું પણ તેમાનો એક હતો. એટલે વાતોનું સ્તર ગલીને કિનારે ઉભેલા પાન ખાતા છોકરાઓ કરતા તદ્દન અલગ. એમે વાત વાતમાં થી java programmingની વાત નીકળી. મેં પહેલી વાર java શબ્દ સાંભળ્યો. હવે ઉચ્ચ બુદ્ધિમત્તા ધરાવતા આવા લોકોના ગ્રુપમાં મને ઇન્સીક્યોરીટી ઘણી લાગે. મને એમ થયા કરે કે સાલું આ બધા “મહાન” મુરતિયાઓ સામે આપણો ક્લાસ કેવો? ભલે એમના જેટલો સ્કોર મહેનત કરીને કર્યો હોય! પણ આપણા સમાજમાં વાયરો જ એવો કે તમારે તો હોશિયાર રહેવું જ પડે. નહીતર ચાલે જ નહિ. અને એ વાતે ય કાઢી નાખવા જેવી નહિ. ક્રિકેટ રમીને તેન્દુલકર થવાનું તો આપણું ગજું નહિ કે પછી તેઝાબમાં અનિલકપુર જેવો રોલ મળી જાય એ વાતમાં યે માલ નહિ. જો કે આપણી નોકરી તેન્દુલકર કે અનિલકપુર સુધી સીમિત નથી, બીજી હજારો પોઝીશન છે કે જે આપણે લઇ શકીએ. પણ અંતે મનમાં એવું તો જોરદાર ઠસી ગયું કે ભણવા અને સ્કોર કરવા સિવાય કોઈ આરો નથી. તે એમાં બહુ વાંધો યે ના આવ્યો. અને સ્કોર આવે ત્યારે એમ થાય કે આપણ ને ય બધું આવડે છે. પણ જે ટેકનોલોજીની શાર્પ નેસ જોઈએ, જેને કહેવાય કે આવો ય આ છે ને એવડો ઉઠે છે ય ટેકનોલોજીમાં, જમે ય છે ટેકનોલોજીમાં ને સુવે ય એમાં છે એવું નહિ. એટલે મનમાં એવું થાય કે આ સાલું java ને C++માં આપણું કેવું ક ચાલશે?

પણ પ્રશ્ન ત્યાં થાય કે જાહેરમાં આવું સ્વીકારવું અને તમને જેટલું આવડે છે એટલું જ આવડે છે એવું જરૂર પડે તો કહેવું પણ ખરું એવી આપણા સમાજમાં પ્રથા જ નથી. એટલે એવું થાય કે ૯૯% લોકો એમને ના ગમતી નોકરીમાં જોડાઈ જાય અને આખી જીંદગી એ નોકરી કરી નાખે. ખાવાનું બનાવામાં અને હોટેલ મેનેજમેન્ટ કરી શકે એવી શક્તિશાળી સ્ત્રી બેંકમાં કારકુની કરતી હોય. સરકારમાં પ્રધાનનો પી એ હોય જેને હંમેશા ધંધો કોહોલવો હોય એ કાયમ ધીરુભાઈ (અંબાણી) ના કોન્ટ્રેક સહી કરતો હોય. કે પછી જે કેમિકલ ટેકનોલોજીને વાપરીને અદ્ભુત સાબુ / શેમપુ બનાવી શકે એ રેલ્વેમાં મેનેજર હોય. એટલે તો એવું થાય કે તમને પોલીસ ઇન્સ્પેકટરોની ફિલ્મી ગીતો / ભજનોની કેસેટ બહાર પડેલી જોવા મળે! નહીતર ક્યાંક રાઈફલ શુટીંગ શીખવાડતા હોય ત્યાં તમને કોઈક મેડીકલ રીપ્રેઝન્ટેટીવ મળી જાય. મારો મિત્ર એક જીગરનો ફોન આવ્યો. મને કહે કે ચલ આપણે ત્યાં ડલાસ માં રાઈફલ રેન્જ છે ત્યાં બંદુકથી શુટીંગ કરવા જઈએ. હું લગભગ ઉભો થઇ ગયો…કે બસ, દાદા: ઇન્ડિયા માં ઘણા વખતથી ઈચ્છા હતી. તે જીગર મૂળે આહી સોફ્ટવેર ઈજનેર. તમને કેટલાયે એવા મિસમેચ મળી જાય. એટલે સુધી કે એક વાર ભારતના વડાપ્રધાન મનમોહનસિંઘ કહે છે કે મારે થવું હતું પ્રોફેસર પણ રાજકારણમાં અકસ્માતે આવી ગયો છુ. (અને એ ય બે ટર્મ સુધી દેશના સર્વોચ્ચ પદે! જયારે વડાપ્રધાન જ એમની જોબમાં મિસમેચ હોય ત્યારે મારા-તમારા લોકોનું શું કહેવું?)

પણ પાછો હું મૂળ વાત પર પાછો આવીશ. આપણે હતા ૧૯૯૪ માં, એલ.ડી. કોલેજના ક્લાસની બહાર javaની વાત કરતા હતા. વાત એમ છે કે જો java ફાવી ના શકે એવું લાગતું હોય તો મહેનત કરવી અને શીખવું પણ ખરું પણ ધારો કે એમાં તમારું પરફોર્મન્સ વિશ્વના શ્રેષ્ઠ java programmer જેવું ના થાય તો તમારે તમારી જાતને ક્રિટીસાઇઝ કરીને હેરાન કરી નાખવાની જરૂર નથી. ઇન્સીક્યુંર ફીલ કરીને પળે પળે દુખી થવાની કે એને કારણે મો છુપાવાની જરૂર નહિ. ધારો કે java ના આવડ્યું તો એ કઈ જીવનનો અંત નથી. પણ ઘણા લોકો એમ કહે કે “તમે આ ના કરી શક્યા”…તો કહે. લોકોને કોઈ પણ જાતની તપાસ કરીને અથવા કર્યા વગર અભિપ્રાય આપવાની આદત હોય છે. “ના કરી શક્યા તો કઈ વાંધો નહિ” એમાં શું? તમે જે કર્યું છે ઠીક છે. અંગ્રેજીમાં લોકો એના માટે: “it is what it is” એવો શબ્દ પ્રયોગ કરે છે.

તો મને એક મિત્ર નામે નિખીલ ઠક્કરના પપ્પા મનોહરરાય ઠક્કર યાદ આવી ગયા. મૂળ પોલીસ ઇન્સ્પેક્ટર પણ દીકરાને કાયમ કહે કે જો ઈજનેરીનું નહિ ભણે તો પોલીસ કોન્સ્ટેબલની જોબ પણ મળશે નહિ. નોકરીનો હાઉ જ એટલો મોટો કે માર્કેટમાં તમારે વાતચીત જ એવી કરવી પડે કે તમે હોશિયાર છો અને બધું જાણો છો. નહીતર સમાજમાં તમારો કોઈ ક્લાસ નહિ. એ વાત સાચી નથી એવી સમાજ બાળપણમાં કે કિશોર વયમાં ખબર ના પડે. અને વડીલોનો કોઈ જ વાંક નહિ. એમની ઈચ્છા તમને કમાતા અને સલામત રીતે પગભર થતા જોવાની હોય છે. એટલે આ બધી અવઢવમાં તમને શું ગમે છે અથવા તમે જેવા છો એવા રહેવામાં કશો વાંધો નહિ એ વાત વિસરાઈ જાય છે.

એટલે મારે માટે હંમેશા નંબર લાવવો એનું પ્રેશર કાયમ રહેતું. એમાં ઘણું બધું નેચરલી પણ ભણી શકાતું તો આવી રીતે જયારે ઇજનેરીના બધા દાદુ અને ખત્રુ અને ‘મહાન’ વિદ્યાર્થીઓ જોડે ઉભેલા હોઈએ તો મનમાં એવું ટેન્શન થાય: “વિરેન, તું હવે ગયો છુ, આ બધા આગળ તેલા ક્યાં હોગા?” વાસ્તવમાં આપણે જે મોટા થઈને શીખીએ છીએ એ કે એવું ટેન્શન કરવાની શી જરૂર? તમે જેવા છો એવું સ્વીકારીને ચાલો તો શું વાંધો? ધારોકે તમને ગણિતના અત્યંત અઘરા દાખલા ના આવડે તો શું વાંધો? તો એનાથી એવું થાય કે તમે સમાજમાં નોર્મલ, ખાવા પીવાનું કરી શકાય એટલી કમાણી ના કરી શકો. પણ હકીકતમાં તમને કેટલું ગણિત આવડે છે કે તમે પ્રોગ્રામિંગમાં કેટલા ફાસ્ટ છો એ કમાણી નો માપદંડ નથી. એ માપદંડ ખુબ જ જનરલ જે સમાજે કે તમારા પપ્પા-મમ્મી એ નક્કી કરેલો હોઈ શકે પણ એથી મોં સંતાડવાની જરૂર ખરી? મને ક્યારેક એમ થાય કે મને અમુક ચીજો આવડતી નથી એવું  કોઈને કહી જ ના શકાય અને જો કહેવું જ પડે તો હ્રિદય મોઢામાં આવી જાય એવી હાલત થઇ જાય. એવું કરવાની જરૂર ખરી?

એટલે આ વાત પરથી એવું લાગે કે તમને ગણિત ના આવડે તો ભણવાનું નહિ? તમને પ્રોગ્રામિંગ ના આવડે તો પછી ગાયક થઇ જવું? આ વાતનો મર્મ એ છે કે તમને કશુક ના આવડે તો દુખી શું કરવા થવું? ના આવડે તો ખોટેખોટું આવડે છે એવો દંભ કે આડંબર ના કરવો જોઈએ. “અમે આવું એચીવ ના કરી શક્યા” એવો રંજ રાખવાની જરૂર નહિ. જેટલું આવડે એનાથી તમે જેટલું પરફોર્મ કરી શકો એટલું કે એનાથી વધુ કરો પણ એમાં શર્માંવાની જરૂર જરાયે નહિ. ઘણા લોકો તો આ પ્રેશર એટલી હદ સુધી લે કે આત્મહત્યા કરી નાખે. એના મૂળમાં આ જ વાત છે કે મને સમાજે નક્કી કરેલા માપદંડ પ્રમાણે આવડતું નથી એટલે હું કોઈ કામનો નથી. એને કારણે હ્રિદય પર એવો ભાર ઉભો થાય કે સરકારે કાંકરિયા તળાવ પર ધો. ૧૨ ના રીઝલ્ટ વખતે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડે છે. તમારી જેટલી પણ આવડતો છે જેવી પણ આવડતો છે એ બાબતો સહજ રીતે સ્વીકારવાથી મન કેટલું શાંત રહી શકે!

મારી એક મિત્રની વાત છે. એક વાર મને એમ કહે કે કાલે જોબ પર રજા લેવી છે. કારણ કે તબિયત સારી નથી. પછી મને એના ક્લાસમાં એક બીજા સહ્ધ્યાયી દ્વારા ખબર પડી કે એને જે પાર્ટ ટાઈમ કોર્સ લીધેલો એના એક અઘરા એસાઇનમેન્ટનું કામ બાકી હતું! હવે જોબ સાથે આવા કામ હંમેશા અઘરા પડતા જ હોય છે પણ એમાં આવું કહેવાની શી જરૂર? આવું કરવાથી મન પર ભાર જ વધે ને?

ક્યારેક આમાં એવું છે કે સમાજના માપદંડો સિવાય બીજું એક પાસુ પણ કામ કરે. અફઘાનિસ્તાનમાં એક એવી કહેવત છે કે “દરેક વ્યક્તિ જન્મે ત્યારે ભગવાન એના કાનમાં આવીને એવું કહી જાય છે કે મેં તને સ્પેશિઅલ (ખાસ) બનાવ્યો છે પણ આ વાતની જન ફક્ત તને જ છે બીજા કોઈને મેં આ વાત કરી નથી”

આના પરથી મને એક મારો જુનો મેનેજર યાદ આવે. એને બે-ત્રણ કુટેવો ખરી. એક તો હંમેશા જુઠું બોલવું અથવા મોટે ભાગે. અને વાતે વાતે પોતે કેટલો મહાન છે એવું બતાવ્યા કરે. આવું કારણ વગરનું કરે એમાં એટલો બધો ગીલ્ટ ભરાઈ ગયો કે નાને મોટે ભાગે હંમેશા એ સ્ટ્રેસમાં રહ્યા કરે. અને વાત ખરી છે. જો તમે જેવા છો તેવા બતાવશો નહિ તો સ્ટ્રેસ આવાનો જ છે.

એટલે તમારે માટે દંભ થઇ જાય એના બે કારણો: એક તો સમાજની બીક થી અને બીજું મનમાં અહંકાર. કોઈ પણ કારણસર નેચરલ રહેવાને બદલે દંભ કરો તો મન પર ભાર / તાણ રહેવાની જ છે.

હજુ આ વાત તો એટલી લાંબી છે કે પાનાઓ ભરાઈ શકે. સમીર ગોન્દાલીયા એ વાર મને Emway કંપનીના સેમિનારમાં લઇ ગયો. એ કહે કે આ એવી કંપની છે જેમાં તમારે બધા લોકોને જાત જાતની પ્રોડક્ટ વેચવાની અને એમાંથી કમીશન અને પછી હજારો રૂપિયા ની કમાણી. સમરી કહે પહેલું સર્કલ એવું કે જે તમારું અંગત કહેવાય. એને તમે આ પ્રોડક્ટ લેવાનું કહો એટલે એ લોકો કોઈ પણ જાતની દલીલ વગર તમારી વાત સ્વીકારીને પ્રોડક્ટ ખરીદી લે. એમના પર તમારો એટલો અધિકાર કે તમે એ લોકોને પ્રોડક્ટ વેચી જ શકો. એટલે તરત જ હું ડરી ગયો. મને થયું કે સાલું આપણે તો આવું અંગત સર્કલ છે જ નહિ કે જે લોકો (મીનીમમ ત્રણ) તરત જ પ્રોડક્ટ લઇ લે. એટલે સુધી કે મિત્રોની વાત જવા દો, મારા કાકા પણ મારી પ્રોડક્ટ ખરીદે નહિ. તો હું પાછો દુખી! કે ભાઈ મારી પાસે એવો એક મિત્ર નથી કે જે (મુશ્કેલીમાં!) મને કામ આવે (અને મારી પ્રોડક્ટ ખરીદે!) હવે આ વિચારસરણીના મૂળમાં કન્સેપ્ટ એ જ કે તમે ફરી પાછા તમારી જાતને લોકો કરતા નીચી માનવા માંડ્યા અને એવું વિચારવા લાગ્યા કે તમારું જે કામ-કાજ છે તે બરાબર નથી.

“Presence of Mind” અંગ્રેજીમાં જેને આપણે હાજરજવાબી કહીએ એ મને ના આવડે. એટલે ધારોકે કોઈક માણસ મને કૈક કડક સવાલ પૂછે કે કૈક કરવ બોલ ફેંકે તો હું કન્ફયુઝ થઇ જાઉં કે આને શું કહેવું. ઈન્ડિયામાં આની બહુ જરૂર. એક વાર અમારા ઘરે પાર્ટીનું આવ્યોજન થયું જેમાં આગલી રાતે આખું કુટુંબ ભેગું થયું, માસા-માસીઓ, કાકા-કાકીઓ, ફોઈ-ફૂવા અને સમજો કે બધા જ. ત્યારે બધા આગલી રાતે ટોળામાં ટોળ ટપ્પા કરતા હતા અને મને (હું એ વખતે ટીનેજર જેવો) કોઈકે કાંઇક પૂછ્યું: “વિરેન, તો ધારો કે આહી આવું થાય તો તું શું કરે” એવું કૈક. અને મને એનો કઈ સારો જવાબ સુઝ્યો નહિ. મને હંમેશા જ એવો સારો જવાબ ના સુઝે. એટલે હું સહેજ ગભરાયો કારણકે જાહેરમાં ૩૦-૪૦ જાણની વચ્ચે શું કહેવું એટલે મેં કઈ પણ ભળતો સળતો જવાબ આપ્યો. થોડીવાર પછી મારા માસા આવ્યા. He is a big shot there. મને કહે: “બેટા, તારો જવાબ મને ગમ્યો નહિ, તું બરાબર જવાબ આપી શક્યો નહિ” તો હવે એનો પણ મારે શું જવાબ આપવો? પણ હું ફરી પાછો વિચારે ચડ્યો કે સાલું આપણો દાવ છે..આપણને જવાબ આપતા આવડતું નથી. પછી તો વારમવાર મને જાહેર પ્રસંગોમાં અંદરખાનેથી ડર લાગે કે હું કૈક ઉંધુ ચત્તું બોલીશ જઈશ તો? (સ્કૂલમાં ઘણા બાળકો bullying નો ભોગ બનતા હોય છે એના જેવું) પણ હકીકતે તમને ફાવે એવા જવાબો આપવા અથવા ચુપ રહેવું પણ એનાથી ડરવાની શી જરૂર? તમને ધારો કે જવાબ આપતા નથી આવડતું તો “Is it end of world?” તમને જે આવડે છે એ કરો. તમે વિચારતા હોવ કે હું સાવ એકલો છુ અને મારે બીચ પર ફરવા જવા માટે મિત્રો નથી. તો એકલા ફરવા જાવ અથવા જેને આવવું હોય એ આવે, એમાં તમારે દુખી થઇ જવાની શું જરૂર? (આ વાત મેં એક Joyce Mayer કરીને એક ડેઈલી શો નામનો ક્રિશ્ચિયન પ્રોગ્રામ આવે છે એમાં સાંભળી હતી)

મૂળ વાત એ કે તમે જેવા છો અને જેવું વિચારો છો એનાથી તમારે દુખી થવાની જરૂર નહિ. તમને જેટલું આવડે છે છે એ જરૂર પૂરતું જ છે. તમારા પ્રયત્નોમાં ઓટ ના આવવી જોઈએ. ગીતામાં જેમ ભગવાન કહે છે તું કર્મ કર અને ફળ હું આપીશ. એ જ વાત આહી છે. તમે પુરેપુરો પ્રયત્ન કરો પણ પછી એમાં તમે સફળ ના થાવ કે તમે અમુક કર્યો માટે ફીટ નથી તો THAT IS FINE. એ એના જેવી વાત છે કે ધારો કે તમે ભારતના મુખ્ય પ્રધાન ના થયા કે પછી આર્મીના ચીફ ના બન્યા તો કેમ દુખી નથી થતા પણ કોઈક એવું કહે કે ધો. ૧૨માં જો તારા અમુક ટકા ના આવ્યા તો તું કામનો નથી તો દુખી થઇ જાવ છો? કારણકે તમે જાતે તમારા માટે માપદંડો નક્કી કરો છો (કે સમાજ નક્કી કરે છે) અને એમાં દાવ થાય એટલે જાણે કે દુનિયાનો અંત થઇ ગયો.
એટલે હવે હું એવું શીખ્યો છુ કે ધારો કે તમારામાં “presence of mind” ના હોય તો? તો કઈ વાંધો નહિ. પુરેપુરી તૈયારી કરીને જેવું થાય એટલું કરવાનું. હું એને બદલે મને જે આવડે એના પર વાત ફોકસ કરું છુ. ધારો કે કોઈકે એવી વાત કરી કે આના મિત્રોએ એના માટે એને ગાડી ખરીદીને ભેટ આપી. એટલે હું વિચારું કે મારે તો એવું ગ્રુપ જ નથી કે મને ગાડી ખરીદીને આપે. તો? મિત્રતા ભેટ આધારિત થોડી હોય? તમને મિત્રો જોડે મજા આવે એ મિત્રતા કહેવાય. તમે એમને હેલ્પ કરો અને એ લોકો રેસ્પ્રોકેટ કરે તો સરસ નહીતર “it is not end of world” ટૂંકમાં જે થાય છે એ ઘટનાથી દુખી થવાનું જ શા માટે?
અમારી કંપની જયારે CDMA ટેકનોલોજી ઈન્ડિયામાં રિલાયન્સને વેચવાની હતી ત્યારે રાજીવ, અમારો કલીગ એક મીટીંગમાં ઈન્ડિયા ગયો. એ વખતે એ મીટીંગમાં મુકેશ અંબાણી પણ બેઠેલ હતો. એટલે રાજીવ પાછો આવ્યો ત્યારે એવી વાત આવી કે મુકેશ બેઠો હતો પણ એને ખાસ કઈ ટેકનોલોજીમાં ખબર ન હતી પડતી. હવે એ વાત જ હાસ્યાસ્પદ છે. મુકેશને ટેકનોલોજી જાણવાની કોઈ જરૂર જ નહિ. છતાંયે એના માટે એવો અભિપ્રાય અપાનારા નીકળે.

એટલે હવે આ નવી વિચારસરણી સાથે મારું મન શાંત રહે છે. મને જે ગમે, મારા મનને જે યોગ્ય લાગે તે હું કરું છુ અને ‘તે લોકોને ખરાબ લાગશે તો!’ એવા વિચાર સાથે હું દ:ખી થતો નથી. બીજા લોકો જોડેની સરખામણીથી હું હવે ક્યારેય દુખી થતો નથી. દરેક જણ પોતપોતાની રીતે બરાબર અને સાચો છે. એમને જે મેળવ્યું છે એ એમની ઈચ્છા અને હિંમત અને શક્તિ પ્રમાણે મેળવ્યું છે. તમે જે કર્યું છે જે તમને યોગ્ય લાગ્યું. સમાજની દ્રષ્ટિ એ એ યોગ્ય ના હોય કે તમારા ઓળખીતાઓની દ્રષ્ટિએ ના હોય તો શું? આનાથી મારું મન મારાથી ખુશ રહે છે. હું કારણ વગરનો ભાર માથે લઈને ફરતો નથી અને કોઈ પણ જાતની દેખા દેખી કે સરખામણીથી ઓછપ અનુભવતો નથી. અને એનાથી જે થાય છે તે યોગ્ય છે એમાં દુખી થવાની જરૂર નથી એ વાતને લઈને હું સુખી રહું છુ.Advertisements

About વિરેન શાહ

મારા બ્લોગ પર આપણું સ્વાગત છે. હું મૂળે અમદાવાદનો અને યુંએસેના ડલાસ શહેરમાં રહું છુ. મારા વિચારોને અહી બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરું છુ. આપનો અભિપ્રાય આવકાર્ય છે.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

2 Responses to ડૉ. મનમોહન સિંઘને પ્રોફેસર કેમ થવું હતું?

  1. Hetvi shah કહે છે:

    Very nice. Learn from yesterday, live today, and plan for tomorrow.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s