ઓછી કાર્યક્ષમતા થી વધુ સફળતા


મારો જીવન પ્રત્યેનો અભિગમ હંમેશા કાર્ય ક્ષમતા વાળો રહેલો છે. મારી ઈચ્છા હંમેશા બધું સહુથી વધુ કાર્ય ક્ષમ રીતે પાર પડે એવી હોય છે. એટલે મારું મગજ હંમેશા વિચાર્યા જ કરે કે આ બધું સહુથી કાર્યક્ષમ રીતે કઈ રીતે પર પડશે?

મારે જવાનું હોય લાઈબ્રેરીમાં ચોપડીઓ જમા કરાવવા તો સાથે સાથે મારે લોઝ્ના સ્ટોરમાં પાઈપો રીટર્ન કરવાની છે એ, વોલમાર્ટમાંથી દૂધ લેવાનું છે અને છેલ્લે રેડ બોક્ષની ડીવીડી નાખવાની છે એ પણ મને યાદ આવી જાય ખરું. એટલે છેવટે શું થાય? આ બધા કામો એક સામટાં કરવાનો સમય તો હોય નહિ એટલે બધા જ કામો પડતા મૂકી દેવાના થાય.

ત્યારે મને વિક્રમ જરીવાલા વારમવાર યાદ આવે. (જો કે વિક્રમને ખબર નહિ હોય કે હું એને એટલો યાદ જરૂ છુ) વિક્રમ મારો ટેક લીડ. એટલે એ મને ગાઇડન્સ આપે એમ હું કામ કરું. અમારે જોબ પર મીટીંગ થાય પછી મીટીંગ મીનીટ્સ (મીટીંગમાં શું ચર્ચા થઇ એ અને એના પરથી દરેકને ભાગે આવેલ કામ) મોકલાવવાની હોય. હું મીટીંગમાં હાજર રહેલા લોકોમાંથી બે જણના નામ ભૂલી ગયો. એટલે વિક્રમને મેં કહ્યું કે આપણે કયા કયા લોકો હતા એનું લીસ્ટ જ ના મોકલાવીએ તો? વિક્રમ કહે કે જો તને ૯૦% લોકોના નામ યાદ હોય તો બધાનું નામ કેન્સલ કરવાની શી જરૂર? વાત તો ખરી છે…

એટલે કેટલીયે વાર આપણે જયારે બધું તૈયાર થાય એની રાહ જોઈએ છીએ. ધારો કે એમ નક્કી કર્યું કે નવી જગા એ લેખ લખવા છે અને નવી વિચારસરણીથી લેખ લખવા છે…એટલે હું શુંકરું? એ પ્રકારના લેખોનું સંશોધન કરું, એવા ત્રણ-ચાર નમુનાવાળા લેખો તૈયાર કરું પછી એ સામયિકના કોઈક ઓળખીતાને મળવા જાઉં…પુરેપુરી તૈયારી સાથે. હવે એમાં થાય એવું કે એ સામાયિકના મિત્ર લેખોને વિવેચન કરી શકે એવી પોઝીશનમાં હોય જ નહિ એટલે ત્યાંથી તમારે બીજે મળવા જવાનું થાય અને કદાચ નમુનેદાર લેખોની જરૂર હોય જ ના પણ મારી તૈયારી કરવામાં છ મહિના કાઢી નાખ્યા હોય.

એટલે આવું તો રોજ બરોજ થાય. કે નવો ધંધો ખોલવો છે, એમ એક કામ કરીએ કે આપણે આ લાયસન્સ લઇ લઈએ પછી ધંધા અંગે વિચાર કરીશું. એટલે લાયસન્સ સિવાય ધંધા માટેની જરૂરી તમામ ચીજો તમે બાજુએ મૂકી દો અને બધું પાછુ એક વર્ષ પાછુ ઠેલાઈ જાય. ઘણી વાર પુરેપુરી તૈયારી કરીને જ કામ શરુ કરવું એવું જરૂરી ખરું? અંગ્રેજીમાં એને એમ કહે છે કે It is not a rocket science. તમારે પ્લેનને આકાશમાં ચઢાવવાનું હોય તો તૈયારીની સંપૂર્ણ જરૂર ખરી. પણ આ એવી વાત છે કે જેમાં આ રસ્તે કે પેલા રસ્તે બહુ ફરક નથી પડતો. અને પડે તો એને સુધારી લેવામાં એ બધું વાંધો નથી આવતો. પૂર્ણ તૈયારી ના હોય તો કામ પડતું મુકવું એના કરતા જેવું હોય એવું કામ કરી નાખવું કદાચ વધુ સારું નીવડી શકે.

આજે બોસને મળીને પગાર વધારો માંગવો છે. પણ જવા દે, આજે વાત નથી કરાવી, પેલો સીડર સ્પ્રીન્ગ્સના ડિપ્લોયમેન્ટનો પ્રોજેક્ટ પુરો થાય ને પછી વાત કરીએ. કેમ? તો કહે એનાથી વધારે અસર પડે (અને પગાર વધારો માંગવામાં જોશ રહે). એટલે પુરેપુરી તૈયારી કરીને જ જઈએ. પણ ભલા માણસ, શા માટે? તમારે પગાર જોઈએ છે તો બોસ ને  અત્યારે જ કહોને…ભલેને સીડર સ્પ્રીન્ગ્સનો પ્રોજેક્ટ ખુબ અગત્યનો છે…એમાં પુરેપુરી કાર્ય ક્ષમતા લાગુ પાડવા જાવ ત્યાં સુધીમાં બોસની જોબ પણ જતી રહી હોય!! (કદાચ)

એટલે એમાં એવું છે ને કે મારે કલાસીસ ખોલવા તો છે પણ હું છેને મારી ડીગ્રીની રાહ જોઉં છુ. જો આ વર્ષે માસ્ટર્સ પૂરું થઇ જાય તો કલાસીસ ખોલી જ દેવા છે. બાપા, પણ માસ્ટર્સની મોકાણમાં તમારે બાર મહિના જતા રહે એનું શું?

સહુથી વધુ પ્રોબ્લેમ તો આમારે રીચાર્ડ જોડે થાય. એ મારો સાહેબ. પીએચડીનું ભણે જોબની સાથે. પણ એનો એક પ્રોબ્લેમ. પિષ્ટપેષણ. ક્યારેય કામ પતાવવું નહિ. એટલે થાય એવું કે બધા બહુ અકળાય, બેહદ અકળાય. વાત હતી CDMA ટેકનોલોજીની. એમાં DO સિસ્ટીમનું પરફોરમન્સ કેવું એ શોધવાની જવાબદારી આપી હતી. હવે તમે એના માટે જે જરૂરી હોય એ કામ કરી અને બીજા પ્રોજેક્ટ પર આગળ વધો. પણ રીચાર્ડ એનું નામ. એક જ વસ્તુ પકડી એને ચોળી ચોળી ચોળીને એવું ચીકણું કરે એવું ચીકણું કરે કે બધાય એમાં લપસી પડે. જે ડિઝાઈનર હોય એ બધા તો એવું કંટાળે એવું કંટાળે કે આનો અંત કેમ આવતો નથી? એનું કારણ શું? મેં રિચાર્ડને કહ્યું કે દોસ્ત, જો તું ખુબ જ હોશિયાર છે પણ તારે હવે અહી અટકવાની જરૂર છે. કારણકે તમે ખુબ જ સરસ, અને અત્યંત ખૂબી ભરેલું યંત્ર બનાવો જે ચંદ્ર પર જવાના રોકેટમાં ફીટ કરવાનું છે પણ એ યંત્ર રોકેટ ઉડી જાય પછી બનાવી રહો તો એની બધી ખૂબીનો અર્થ શું? એના કરતા તો એનાથી થોડુંક ઓછુ ખૂબીવાળું પણ સમયસર ફીટ કરેલું યંત્ર વધુ સારું કહેવાય. હવે આને શું કરવું?

રીચાર્ડ જેવું આપણે રોજે રોજ થાય. કોઈક વાર બારમાં ધોરણમાં વિદ્યાર્થીઓ ડ્રોપ લેતા હોય છે? કેમ? આમ તો બહુ જ હોશિયાર હોય પણ પરિક્ષા ટાણે સંપૂર્ણ તૈયારી ના હોય એટલે કહે કે ભલે વર્ષ ફેલ ગયું પણ ઓક્ટોબરમાં પુરેપુરી તૈયારી સાથે બોર્ડમાં પ્રથમ ક્રમાંક લાવીશું. આવા વિધાર્થીઓ છેવટે (ઘણે ભાગે) ઓક્ટોબરમાં ખાસ ટકા લાવતા નથી. તો એનો શું અર્થ? એનો અર્થ એ કે પૂર્ણ તૈયારી કરતા સમયસર તૈયારી એ થોડી ઓછી હોય એ વધુ અર્થપૂર્ણ છે.

દુનિયામાં ખુબ હોશિયાર અને ચતુરાઈ ભર્યા લોકો કરતા સમયસર કામ કરનારા લોકો વધુ સફળ હોઈ શકે. તમે હંમેશા પૂર્ણ તૈયારી સાથે અને મોકાની રાહ જોઈને એક્શન લેવાને બદલે બેસી રહો તો હંમેશા બેસી રહેવાનું થઇ શકે. હકીકતે અંગ્રેજીમાં Trial and Error method કહે છે એમ પ્રયોગ કરવા વધુ સારા. વાસ્તવમાં કુદરત પોતે જ ટ્રાયલ એન્ડ એરરનું સહુથી મોટું ઉદાહરણ છે. શરૂઆતમાં એક પ્રકારના કે એક કોષી સજીવોમાંથી અલગ અલગ પ્રકારના પ્રાણીઓ એ ટ્રાયલ અને એરર જ છે. ઉત્ક્રાંતિ પોતે જ કુદરતનો સહુથી મોટો પ્રયાગ છે.

અમારો મિત્ર એનો ફોન આવ્યો કે મારો બર્થડે ૧૦ દિવસ પછી છે તો દસ દિવસ પછી સપરમે દિવસે જ સહી કરીને કાગળ મોકલી આપું છુ. તો દસમાં દિવસ સુધીમાં તો કાગળની જરૂર પડી જ નહિ. મિત્રને જોઈતી હતી એ બધી જગ્યાઓ ભરાઈ ગઈ હતી. લક્ષ્મી ચાંદલો કરવા આવે તો મોં ધોવા જાવ (કે તૈયારી કરવા જાવ) એમાં આવું થાય!

હવે બધે જ તમે કર્યક્ષામતાને અવગણી શકો નહિ. એનો વિવેક પૂર્વક, પોતાની રીતે ઉપયોગ કરવો જોઈએ. આ રીતનું કામ કરવું એ એક જુદા પ્રકારની વિચારસરણી છે. બધાને એ લાગુ પડી ના શકે.

ઘણા લોકો એક સાથે ઘણી જ વસ્તુઓ કરવા સક્ષમ હોય છે. એક આપણા મહાપુરુષ શ્રીમદ રાજચંદ્ર હતા. એમને શતાવધાની કહેતા. શતાવધાની એટલે શું? એ આપણા રાજચંદ્ર એક સાથે સો પ્રવૃત્તિ કરી શકે. હવે મને ટીવી જોતા જોતા કોઈ ઇમેલ કરવાનું કહે તો મારાથી થાય જ નહિ. હું ટીવીનો ડાયલોગ હોય એ વાત ઇમેલમાં લખી દઉં. રામચંદ્ર એ કરી શકે. સાથે સાથે બાજુ વાળા ભાઈ શું વાત કરે છે એ પણ એમને ખબર હોય અને સાથે સાથે બીજી કેટલીયે પ્રવૃત્તિ કરવાની એમને ફાવે. પણ આ વાત એવી મહાન હસ્તીની નથી. આ વિષય મારા અને મારા જેવા રોજ બરોજ અટવાયેલા સમાન્ય લોકો માટે છે. એમને (રાજચંદ્રએ) એક જ દિવસમાં જેટલી સિદ્ધિઓ પામી હોય એટલી આપણે દસ વર્ષેય ના થઇ રહી હોય. એટલે ત્યારે હું મારા પ્રોગ્રામમાં કર્યક્ષમતા લાવવા જાઉં એટલે બધું ય કામ રહે. બાવાના બેય બગડ્યા.

આના માટે વૈજ્ઞાનિકો એ એક સરસ નામ આપ્યું છે. કોમ્પ્યુટર સાયન્સમાં તમારે શીખવાનું આવે છે “ઓબ્જેક્ટ ઓરિયેન્ટેડ પ્રોગ્રામિંગ” એમાં એવું કે એક કામ તમે જે ફંક્શનને આપ્યું હોય તેનાથી બીજું ફંક્શન તદ્દન અજાણ હોય. પ્રોગ્રામ કરવાની પદ્દ્ધ્તી જ એવી. એટલે એમાં એવું થાય કે દરેક ફંક્શન પોત પોતાનું કામ કરે જાય. જીવનમાં એ એવું છે. તમારે એક કામને બીજા સાથે બહુ મિક્ષ કરવું નહિ નહીતર લોચા. લોચા એટલે શું કે બધા કામો પુરેપુરા થાય નહિ.

અમારે એવું થયું કે એન્જીન્યરીન્ગમાં એક ડ્રોઈંગનો વિષય હોય (ચિત્રકામ નહિ પણ Engineering Drawing). હવે એમાં ખુબ જ અટપટા દાખલા અને કોમ્પ્લેક્ષ્ વિષયો. એટલે અમે તો બધે બધું મન લગાવી અને બરાબર તૈયાર કર્યું ત્યારે પેલો એક સચિન ઠાકર હતો એ સાવ જ રખડી ખાતો હોય એવું લાગતું હતું. અમને બધાને એમ કે આ તો ગયો જ છે. લગભગ નાપાસ થવનો નક્કી જ. એટલે જયારે બે-ત્રણ દિવસ પહેલા મળ્યો ત્યારે એ પણ ઘણો જ સ્ટ્રેસમાં. મને કહે કે નાપાસ ના થાઉં તો સારું. છેવટે એને પુરેપુરા ૧૧ પ્રકરણોનો વિષય હતો એમાંથી ૨ ખુબ સરળ પ્રકરણ અને બીજા બે અઘરા વિષયો તૈયાર કર્યા. બસ એટલું જ. પણ એ બરાબર પાક્કું કર્યું. જયારે પરિક્ષાનુ પરિણામ આવ્યું ત્યારે શું? તો એના જે વિષયો હતા એના એને તદ્દન સાચા જવાબો લખ્યા જેમાંથી એનો સ્કોર અને અમારા સ્કોરમાં બહુ ફરક ન હતો. એવું કેમનું? કારણ એને અમુક વસ્તુ પર જ ફોકસ કરીને એટલું જ કર્યું. કાર્યક્ષમતા ભલે ઘટી પણ પરિણામ વધુ સારું આવ્યું…

એટલે એમાં વાત એવી છે કે કન્વેન્શનલ વિઝડમ (રૂઢિગત વિચારસરણી) પ્રમાણે આપણા મનમાં દેક વસ્તુ કઈ રીતે કરવી એનો સબકોન્સિયસ ખયાલ સેટ હોય છે. એટલે અમુક વસ્તુ આ રીતે જ કરાય એવું મનમાં ઠસી ગયું હોય છે. એટલે આપણને રૂઢી બદલાવની વાત આવે એટલે આપણે મૂંઝવણમાં મૂકી જઈએ છીએ. જેમ કે સહુ પહેલા ડીગ્રી લેવી, પછી નોકરી કરવી પછી લગ્ન કરવા વગેરે. એટલે આમાંથી કોઈ પણ વસ્તુ આપણે આડા-અવળા ક્રમમાં કરીએ તો મન એવું વિચારવા તૈયાર જ ના થાય. એટલે તો એવું થાય કે આપણા મનમાં જે કામ પહેલા કરવું જોઈએ એ નક્કી કર્યું હોય ત્યાં સુધી આપણે બીજા કામને હાથ પર લેવાનું જ માંડી વાળીએ. કે ભાઈ ના, પહેલું આ થવું જોઈએ. પછી બીજું. એટલે બીજા કામનો નંબર પાછળ જ રહી જાય. કારણકે આપણે એ ક્રમ નક્કી કરી બેઠા છીએ. એ ક્રમનું વાસ્તવમાં કોઈ મહત્વ નથી. આપણને જે ઠીક લાગે એ ક્રમ પ્રમાણે આપણે કામ કરવું જોઈએ. હિન્દી ફીલ્મ્મમાં એક ડાયલોગ આવે છે એવું: “હમ જહાન સે ખડે હોતે હૈ વહીન સે લાઈન શુરુ હોતી હૈ”

ફરી વાર, કે આવું બધું બધે ચાલે એવું નથી. પણ રોજ બરોજના જીવનમાં કાર્યક્ષમતા પામવાને બહાને બધું રહી જાય એવું બને. એના કરતા કર્યક્ષમતાની ચિંતા કરવાને બદલે ઓછી કાર્ય ક્ષમતા  હોવા છતાંયે કામો અને ધ્યેયો પુરા કરવા તરફ આગળ વધવું એ વધુ સારી પસંદગી હોઈ શકે.

Advertisements

About વિરેન શાહ

મારા બ્લોગ પર આપણું સ્વાગત છે. હું મૂળે અમદાવાદનો અને યુંએસેના ડલાસ શહેરમાં રહું છુ. મારા વિચારોને અહી બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરું છુ. આપનો અભિપ્રાય આવકાર્ય છે.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

One Response to ઓછી કાર્યક્ષમતા થી વધુ સફળતા

  1. Sanjay Shah કહે છે:

    Great line of thoughts presented here. As they say “Perfection is the mother of Procrastination”. Sometime, you just need to go ahead and JUST DO IT (Even if you do not have NIKE)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s