મારા મનને બરાબર દેખાતું નથી


રસાયણ શાસ્ત્રમાં એક વિષય ભણવામાં આવે ઓક્સીડેશન. આનો અર્થ એવો કે ધાતુઓને ઓક્સીડેશનની પ્રક્રિયાને કારણે કટ લાગે છે. જેમ કે લોખંડને કટ લાગવાથી લોખંડ નાશ પામી શકે. આને કારણે કેટલીયે ધાતુઓનો ખુબ વ્યય થાય છે.

આવો વ્યય આપના જીવનમાં ખુબ જ થાય જયારે આપણને શું કરવું છે એની બરાબર ક્લેરિટી ના હોય. રોજેરોજ સવારે ઉઠીને આપણે એક જ દિવસમાં હજારો નિર્ણયો કરીએ છીએ. દરેક સેકન્ડે નાના મોટા નિર્ણયો કરવાના આવે છે. આજે ઉઠીને યોગા કરીશું કે નહિ કરીએ? યોગા કરીશું કે એક્સરસાઈઝ કરીશું?

પછી ધારો કે આજે શનિવાર છે. એટલે આપણે આરામથી ઉઠીને નક્કી કરીએ કે હવે આજે શું કરીશું? એટલે આમાં એવું થાય કે રોજ આપણે શું કરવું એ આપણને બરાબર ખબર જ નથી હોતી. અમુક પ્રવૃત્તિ બરાબર ખબર હોય કે અમુક સમયે જોબ પર જવાનું છે, અમુક સમયે જમવા બેસવાનું છે એવું બધું રૂટીન.

પણ પછી રૂટીન પતે એટલે આપણે જરૂરી કામો તરફ વળીએ. આજે લાઈટ બિલ ભરવાનું છે, ડીશ નેટવર્કને ફોન કરવાનો છે, વગેરે. પછી ફેમીલી જોડે સમય જાય, મુવી જોઈએ વગેરે…પછી? પછીયે સમય વધે એવું તો બની જ શકે. એક-બે કલાક કે અર્ધો કલાક. તો એ સમયનું આપણે શું કરીએ? જેમ લોખંડને કાટ ચડે અને લોખંડ નાશ પામે એમ આપણો એ સમય નાશ પામે છે. એ સમયને વાપર્યા વગર જ આપણે એમનેમ વેડફી નાખીએ છીએ.

એટલે પછી ગુજરાત સમાચાર કે એવા કોઈ છાપાના લેખક આપણને એવું કહેશે કે: ક્યાં સુધી ઘડિયાળને કાંટે જીંદગી જીવીશ માણસ? આખી જીંદગી દોડ-ધામ કરીને ક્યારેક તો ફૂલની સુગંધની મજા લે માણસ! એવી પણ વાતો આવે કે પૈસાનું શું કરવું છે? ગળે બાંધીને લઇ જવાના છે? “શાંતિથી ખાવાનું તો ખા. શું નાસી જવાનું છે?” “આ એક ફોન બે ઘડી જંપવા દેતો નથી. એના કરતા તો સેલ ફોન ન હતા ત્યારે શાંતિ હતી” એવું બધું.

પણ આમાં એવું છે કે ધારો કે તમે દોડ ધામ કે એવું બધું નથી કરતા અને શાંતિથી તમને ફાવે એટલુ અને એવું કામ કર્યા કરો છો. એમાંયે તમને આનંદ આવે છે તો કોઈ વાંધો નથી. પણ પ્રશ્ન ક્યાં છે કે તમારે શું કરવું છે એની તમને બરાબર ખબર નથી હોતી.

તેથી શું? તમારા મનને કશી ખબર ના હોય એટલે એ ખરાબ વાત થઇ ગઈ? અહી વાત ખરાબ કે સારી નો પ્રશ્ન નથી. આપણે અહી વાત એ કરીએ છીએ કે જીવનનો અંતિમ તબક્કો જીવવાનો આવે ત્યારે કોઈ એમ પૂછે કે તારું જીવન તું કેવું જીવ્યો અથવા કેવી જીવી? તો મનમાં હાસ્ય છૂટે અને એવું કહેવાનું મન થાય કે ખુબ જ સરસ. જે કઈ પણ કર્યું છે એનાથી ખુબ આનંદ છે. કશાનો અફસોસ નથી…જો મને આજે મૃત્યુ આવે તો ફિકર નથી અને જો ફરી પુનર્જન્મ લેવાનું કહે તો ફરીથી બિલકુલ આ જ જીવન જોઈએ છે.

આ બધી વાતો આમ તો ચોપડીઓમાં લખાયેલી સુંદર વાતો છે. પણ આપણે રોજેરોજ અમલમાં કેમની મુકવી? સોક્રેટીસે આવું બધું લખ્યું હોય પણ એમને એ વખતે કોલેજમાં એડમિશન લેવા માટે મેરીટ લીસ્ટની જરૂર હતી જ નહિ. કે પછી આપણા પેલા અડાજણવાળા બાપુએ કહ્યું હોય પણ એમને તો પત્ની જ ક્યાં છે? (અને બાળકોના એડમીશનની દોડ ધામ પણ નહિ) તો આપણે આમાં ક્યાં ફીટ થઈએ?

આપણા માટે આ વાત (મનની ક્લેરિટી) થોડી અઘરી એટલા માટે બને છે કારણકે આપણને શું જોઈએ છે એની પાકે પાયે ખબર હોતી નથી. લગભગ, વર્ષોના વર્ષો સુધી આપણી શું ઈચ્છા છે તે આપણે જ જાણી શકતા નથી. એટલે એવું થાય કે જે સમય સાવ જ બગાડી શકાય એવો હોય એને આપણે બેફામ બગાડીએ. ટીવી જોઈએ લીધી, રમી લીધું, કામ કરી લીધું, બધું જ થઇ ગયું પછીયે ધારો કે સમય બચ્યો (!!), તો? તો શું કરવું એનો પ્રશ્ન ઉભો થઇ જાય. કારણકે આપણને એવી ખબર જ નથી કે આપણે શું કરવું છે.

એટલે કોક વ્યક્તિ એમ વિચારે કે ચલ, ઈન્ટરનેટ પર કૈક સર્ચ કરીએ, કશુક ખરીદીએ. કોઈક ભાઈબંધો જોડે ફોન પર લાંબી લચક વાતો કરે, કોઈક કાં તો, મંદિરે જાય (!), બ્લોગ લખે (!!)…કોઈક ખરીદી કરવા ઉપડે. કોઈક પાછા એમ વિચારે કે કૈક પ્રોડકટીવ કરીએ તે ઝુમ્બા કલાસીસ જોઈન કરે અને નવી પ્રકારનો ડાન્સ શીખે, કોઈકને નવું કરતબ કરવાનું મન થાય. તે ગોલ્ફ રમવાયે જાય.

આમારા પેલા એક ફ્રેન્ડ છે એ સ્કેટિંગ શીખે છે. પેલા બીજા છે એમને વળી ટેકવંડોના  ક્લાસ જોઈન કર્યા છે કે અમે બંને જોડે જઈએ, હું ને મારો સન. અને પછી કઈ નહિ તો વારે તહેવારે જીમ જોઈન તો કર્યું જ હોય.

આ બધામાં ક્યારેક મનમાં તમારે એકઝેટ શું કરવું છે એની ક્લેરિટી ના હોય એવું કારણ પણ ખરું. જો તમારે એકઝેટ શું કરવું છે એ તમને ખબર હોય તો તમે કેટલીયે પ્રવૃત્તિમાં સમય બગડવાને બદલે એક જ વાત પર ફોકસ્ડ રહી શકો.

અમારા જે આર પટેલ ખાસ અમને કહે. કે છોકરો બારમામાં દુબળો પડી જાય. અંબાજી માતાના સ્થાનકે ચાલીને જવાની બધા હોય. તે એવોય સ્કેટિંગના કલાસીસ બારમામાં કેમ ના કરે? તમને કોઈ વસ્તુની ક્યુંરીઓસીટી (જેમ કે અહી સ્કેટિંગ કરવાની) હોય એ મહત્વની વસ્તુની આગળ ઓછી અગત્યની થઇ જાય છે. એટલે એ વખતે તમને એવું લાગે કે સ્કેટિંગ કરવો એ સમય બગાડવા જેવું છે કારણ કે બારમાનું ભણવાનું છે. એ વખતે ભણવાનું જ કરવાનું એવી મનને ખુબ જ ક્લેરિટી હોય છે. આવી ક્લેરિટી હંમેશા જીવનમાં રહેતી નથી.

કે જે અગત્યનું કામ છે એ ખબર હોય તો ક્લેરિટી એવી સરસ રહે કે ક્યારે શું કામ કરવાનું છે એ વિચારવાનો પ્રશ્ન ઉભો થાય જ નહિ. મનમાં સબ્કોન્સીયાસ્લી બધું ગોઠવાયેલું જ હોય કે “what is next”.  એવી ક્લેરિટી ના હોય ત્યારે મને એવું લાગે કે મારા મનને ચશ્માં આવ્યા છે, અને મનને બરાબર દેખાતું નથી…

તે આવી ક્લેરિટી ઉભી કેમની કરવી? એવી ક્લેરિટી શક્ય છે પણ ખરી? અને એવી ક્લેરિટી જીવનમાં જરૂરી છે ખરી? કે પછી જીવન મુક્ત નદીની જેમ વહેવા દેવું? (એટલે કે પછી આડેધડ ફંગોળતી, દિશા વગરની હોળી જેવું તો નહીને !!??)

એ વાત ફરી ક્યારેક.

 

 

Advertisements

About વિરેન શાહ

મારા બ્લોગ પર આપણું સ્વાગત છે. હું મૂળે અમદાવાદનો અને યુંએસેના ડલાસ શહેરમાં રહું છુ. મારા વિચારોને અહી બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરું છુ. આપનો અભિપ્રાય આવકાર્ય છે.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

4 Responses to મારા મનને બરાબર દેખાતું નથી

 1. manish કહે છે:

  Just to think that our mind does not have clarity creates tension and starts comparison.It is big circle. It is better to flow and just enjoy happenings. Mind will automatically find it’s own way. I think that Sachin T. does not have clarity from day one but clarity happened when he holds bat…during this time frame everything cease and extra ordinary things happens…..again no planning, wishing or clarity requires….think about situation in which Sachin T reads about mind clarity and involves his mind in passing IAS Exam….i bet that he won’t pass in 10 trials….

 2. Hiral કહે છે:

  આ લેખને એક વાક્યમાં કહી શકાય કે ‘ધ્યેય વગરનું જીવન એ સુકાન વગરના વહાણ જેવું છે.’
  All of us facing the same problem due to different reasons may be 🙂

  Good article.

 3. આદરણીય શ્રી

  આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

  નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી

  દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા

 4. Ankita કહે છે:

  વીરેનભાઈ આપની વાતો મને ઘણી ખરી મારા જીવને લગતી આવતી લાગે છે, હશે કદાચ ઘણા બધાને લગતી વળગતી હશે જ, આપનો આગળ નો લેખ વાંચ્યો અને આ વાંચો મને બને માં મારા વિચારો મળતા લાગે છે, મને પણ ઘણી વખત લાગે છે કે અહી સુધી તો આવીગયા પણ હવે શું? આગળ શું, બસ જ્યાં શુધી મૃત્યુ ના આવે ત્યાં સુધી જીવ્યે જવાનું, કઈક અલગ કશું જ નહિ, મન ને ખુશી તો મળી જાય પણ આત્મસંતોષ નું શું?, એવું તો શું કરું કે, આ વર્ષો માં વીટડાયેલી જીંદગી, ઉત્તમ જીવન બની જાય, મોટું કે મહાન નથી થવું પણ કઈક થવું છે, એ કઈક નો સવાલ કેટલય વખત થી હેરાન કરી રહ્યો છે , પણ હજી પણ એ એક પ્રશ્ન જ છે. હમણાજ દેવાનંદ સાહેબ નું અવસાન થયું, એક ટી.વી શો માં એમના વિષે દર્શાવવા માં આવ્યું હતું કે, “દેવ સાહેબ ના મગજ માં હમેશા નવા પ્રોજેક્ટ માં શું કરવાનું છે એ તૈયાર રહેતું, એટલેજ તેઓ કઈક કરી શક્યા” , મને પણ એમજ લાગે છે કે , મારા આ what next ને મારે જ મારી મેળે શોધવું પડશે, સાચે જોઈંએ તો દરેકે પોતેજ પોતાના ગાઈડ બનવું પડશે, આશા રાખું છુ કે આપ જલ્દીજ આપના મન ને યોગ્ય જવાબ અપી શકો , કે આપ ખરખર શું ઈચ્છો છો. આભાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s