મનનો ઓથાર


મને આજેય અશ્વિની ભટ્ટની નવલકથાઓ યાદ આવે. એમની એક હતી ઓથાર. જયારે મેં ઓથાર વાંચી ત્યારે ઓથાર એટલે શું એ જ ખબર ના હતી. પણ એ ઓથાર વાંચ્યા પછી ખબર પડી ગઈ.

એમાં એક હિન્દુસ્તાનના રાજાની વાત આવે છે. એ રાજા (કદાચ સેજલ સિંહ એવું નામ) એ સમૃદ્ધિ, રાજ-પાટ બધું છોડીને જતા રહે છે. પછી એમને વર્ષો પછી એમનો ખાસ મુનીમ મળે છે. અને એમને પાછા ફરવા ખુબ સમજાવે છે.

એ રાત્રે સેજલ સિંહને બિહામણા સપનાઓ આવે છે. “એ એવી ગંદી જગ્યા હતી જ્યાં તૂટેલા ખંડેરની બહાર લીલા રંગનું દુર્ગંધ મારતું ગંદુ, રગડા જેવું પાણી બહાર ઢોળાયેલું હતું. અને ખંડેરની અંદર સીડી તૂટી ગઈ હતી. બહાર જેમના માથા સામાન્યથી ઘણા મોટા હોય એવા બિહામણા બાળકો કોઈક ડર લાગે એવી રમત રમતા હતા, એ બાળકોના હોઠ એક કાનથી બીજા કાન સુધી ફેલાયેલા હતા અને એમના દાંત પિયાનોની સ્વીચો જેટલા મોટા હતા. આવી જગ્યાએ હું શું કરતો હતો એની મને ખબર ના હતી પણ મનમાં એક ભયંકર ધ્રાસકા જેવું લાગતું હતું. અને ગમે તે ઘડીએ કશુક ભયંકર અને સહન ન કરી શકાય એવું બનવાનું હતું અને એથી પળે પળે જીવ કન્તાતો હતો.”

સેજલ સિંહને એવું એટલા માટે થાય છે કે બીજે દિવસે શું કરવું મુનીમ જોડે જવું કે પછી સન્યાસી પ્રકારનું જીવન ચાલુ કરવું એની ખબર જ નહતી પડતી. એટલે એ જે અવઢવ અને જે પ્રકારની લાગણી થાય એનો અર્થ જ ઓથાર થતો હશે.

તે આ ઓથાર આપણને થાય ખરો? મને તો એવું લાગે કે ડગલે ને પગલે. પણ એનો પ્રકાર જુદો હોય. મનમાં કોઈક વાતનો એવો ભયંકર ઉચાટ થાય કે મનને ચેન પડે નહિ.

એક વાર અમારી એક મિત્ર એનું નામ જમુના. (આમ તો મૂળે ભારતીય પણ એના બાપ-દાદાઓ વર્ષોથી મલેશિયામાં સ્થાયી થયેલા) તે એને મને કહ્યું કે મારો એક ક્લાયન્ટ છે (કોઈક ગોરો અમેરિકન) એને અમુક ડોલરની જરૂર છે જો તું આપે તો. હવે આમતો મોટી રકમ, પણ એવી મદદ કરવાથી એ ભાઈને ઘર ફોર ક્લોઝરમાં જતું અટકી જાય એમ હતું નહીતર બેંક એ ઘર લઇ લે (લોન ભરપાઈ કરી ના શકવાને કારણે) તે જમુનાએ મને એના જોબ ના કાગળો અને કેટલાયે પ્રૂફ મોકલ્યા અને મને કહે કે તું હેલ્પ કર તો એને કૈક મદદ થશે.

તે મેં એને મદદ કરી. એને એવું કહ્યું હતું કે દર મહિને કટકે કટકે પૈસા પાછા વાળશે. તે પહેલા મહિનાના પૈસા આવી ગયા. આપણને થયું, હાશ, ચાલો. કોઈકને મદદ કરીને આપણા પૈસા પણ પાછા આવી ગયા.

પછી બીજા મહિને પૈસા આવ્યા નહિ. એટલે મેં જમુનાને ફોન કર્યો. જમુના કહે કે મારી પાસે હજુ આવ્યા નથી અને કદાચ આ મહિને આવશે નહિ. પછી બીજો એક મહિનો પુરો થઇ ગયો અને પૈસાનો ઉલ્લેખ પણ નહિ. તે માર્યા ઠાર. મને તો રાતના ભાર શિયાળે પરસેવો વાળી જાય.

મને એમ થાય કે શું કામ મેં પૈસા આપ્યા? આ ગોરા અમેરિકાનો તો નફિકરા અને બ્રોક (એટલે કે દેવળીયા) જ હોય છે. એમને કાલની ચિંતા હોતી નથી અને આજે મન ફાવે એટલા પૈસા વાપરીને જબરજસ્ત દેવું કર્યા કરે. અમારી પેલી એક ઓળખીતી હતી જેનીફર પારીસ. તે એનો ઈમેલ આવે એમાંથી અમને ખબર પડે કે એને બ્લેક્બેરીનો ડેટા પ્લાન લીધેલો છે પણ એની પાસે ઘરનું ભાડું ભરવાના પૈસા નહિ…પછી થેન્ક્સ્ગીવિંગની રજાઓમાં એને એક કેયુરીગનું કોફી મશીન હતું (૧૦૮ ડોલર) તે એ પણ ખરીદી લીધું અને કપડા તો લેટેસ્ટ ફેશનના જ પહેરવાના! તે મને આ અમેરિકનોની લાઈફ સ્ટાઈલ સમજાય જ નહિ…તમારી પાસે ભાડાના પૈસા ના હોય, ગાડી લોન પર લીધેલી હોય, અરે હદ તો ત્યાં કે ક્રેડીટ કાર્ડ ઉપર પંદર હજારનું દેવું ચડેલું હોય અને એના પર વીસ ટકાનું વ્યાજ ચડતું હોય, ત્યારે પેલા iPod માટેના સ્પીકરો ખરીદવાની જરૂર શું? પણ ધોરીયાનો સિદ્ધાંત અલગ હોય છે. એમને ખાઓ, પીઓ અને મજા કરો એવી પદ્ધતિ વધારે માફક આવે છે. અમારે ત્યાં પેલો એક ક્રીસ છે (ક્રિસ્ટોફર). તે એના પાસે નહિ નહિ તોયે લગભગ હાજર કે બરસો ડીવીડીનું કલેક્શન છે (મુવીઝ!!) પણ એને એટલું બધું દેવું છે કે એને નવું ક્રેડીટ કાર્ડ પણ મળતું નથી. મૂળભૂતપણે આ કલ્ચરનો ફેર લાગે છે.

તે એવા લોકોના ચક્કરમાં હું ફસાઈ ગયો. તે દિવસે મને પેલું iPAD એટલું ગમ્યું હતું પણ એટલા માટે લીધું નહિ કે જરૂરત નથી તો ખોટો ખર્ચ શું કરવા કરવો!

અને આજે કેટલાયે વધારે ડોલર્સ જેને જાણતા એ નથી એવા માણસને આપી દીધા. (હવે બીજી વાત એ કે અમેરિકામાં આને ઇન્સીક્યોર ડેટ્ટ એટલેકે વસુલી ના શકાય એવું દેવું એવું કહે છે) એટલે કોર્ટ કચેરીમાં તમે જાવ અને કાચા લખાણ આધારિત અરજી દાખલ કરો તો કશું થાય નહિ અથવા તો એ એટલું બધી લાંબી અને ગૂંચવાડાવાળી પ્રક્રિયા હોય કે એવું કરવું કે નહિ એની ખબર ના હોય.

આના કારણે કોક વાર રાત્રે સુતા હોઈએ ત્યારે મન એવું ચકરાવે ચડે અને વારમવાર એક જ વાત યાદ આવ્યા કરે કે આવું કેમ કર્યું? અને કલાકો સુધી મનમાં એકની એક પટ્ટી ચાલ્યા કરે…જેમ કે રાજકુમાર સેજલસિંહના મનમાં થતો હતો એના જેવો વલોપાત.

જયારે જયારે એ વાત યાદ આવે ત્યારે એક ફ્રસ્ટ્રેશનની લહેરખી મનમાં થી દોડી જાય. જે પણ કામ કરતા હોઈએ એમાંથી એ વાત યાદ આવી જાય એટલે એમ થાય કે આ ખરા ફસાયા છીએ. કોઈક વાર તો એવુંયે થાય કે આખો પ્રસંગ ફરીથી મનમાંથી પસાર થાય કે કૈક બહાનું બતાવીને ના પાડી હોત તો! આમ કર્યું હોત તો, તેમ કર્યું હોત તો.

તે પછી મેં જમુનાને ફોન કરીને એવું કહ્યું કે જો તારા પેલા ધોરીયાથી પૈસા આપાય એવા ના હોય તો તું મને આપી દે. હવે જમુના જેન્યુઈન પણ એની પાસે પૈસા હોય તો આપે ને? એ મને કહે કે મારી પાસે તો છે નહિ પણ અત્યારે આટલા હું મારા પોતાના આપું છુ તે રાખ અને બાકીના આવે ત્યારે ખરા…

તે એમને એમ બીજા ત્રણ મહિના વીતી ગયા. અને મને એક જ સવાલ વારમવાર થયા કરે કે આવું “સાહસ” કરવાની જરૂર શું હતી? અને વાત એવી હોય કે પછી એને ભૂલી જવી હોય પણ ભૂલી પણ ના શકાય. આમાં પાછો બીજાને દોષ દેવાનો તો કોઈ અર્થ નહિ. કોઈએ આપણને બળજબરીથી તો આવું કરવાનું કહ્યું નહતું…તો એ આનો ઉકેલ મળે એમ જ નહતું. એ પેલા અમેરિકનને તો હું જાણતો એ ના હતો.

તે જમુના બીજી વાત લાવી. મને કહે કે જો એનાથી પૈસા ના આપી શકાય તો એ એનું ઘર આપણને સસ્તા ભાવે વેચી દેશે. હે ભગવાન! એનું ઘર સસ્તા ભાવે વેચે તો એ એ ખરીદવાના પૈસા તો જોઈએને? અને એ બધું કો ઓર્ડીનેટ કરવાનો સમય ક્યાંથી લાવવો? અને એમાં એ કેટલાયે કાયદાઓ અને આંટીઘૂંટી જેની આપણને ખબર ના હોય.

એટલે એમાં આવું છે કે આવું કૈક થાય એટલે પહેલા તો એમ જ થાય કે આમ કર્યું હોત ને તેમ કર્યું હોત અને એવું બધું…ને પેલો જે વલોપાત છે એ થોડી થોડી વારે મનમાં આવીને એક લહેરખી આપીને જતો રહે…

આવું તો કેટલીયે વાર થાય. જયારે કોઈક એવી વાત હોય જે મનને મૂંઝવતી હોય અને સતાવતી હોય પણ એનો ઉકેલ શું છે એ ખબર ના હોય તો મનમાં એવો વલોપાત સર્જાય કે એ કેમેય કરીને જાય જ નહિ. આને મનનો ઓથાર જ કહેવાય ને?

તમને આવો ઓથાર થાય છે ખરો? કૈક ઘટના બની ગઈ હોય, બનવાની હોય કે પરિણામ આવવાનું હોય…તો એ તમારા મનનો ઓથાર અહી જણાવજો. મને એમ થશે કે હું એકલો નથી…

તે પછી જમુનાને આપેલા ડોલરનું શું થયું એ વાત બીજી પોસ્ટમાં…

Advertisements

About વિરેન શાહ

મારા બ્લોગ પર આપણું સ્વાગત છે. હું મૂળે અમદાવાદનો અને યુંએસેના ડલાસ શહેરમાં રહું છુ. મારા વિચારોને અહી બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરું છુ. આપનો અભિપ્રાય આવકાર્ય છે.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

4 Responses to મનનો ઓથાર

 1. Nirav કહે છે:

  Viren,
  Tara blogs vanchva ni majha aavi. Bahu divase jane tari sathe besi ne vaato kari hoy evu lagyu.
  Keep it up.
  Nirav

 2. Ankita કહે છે:

  વિરેનભાઈ , ઓથાર તની વાત સરસ લાગી પણ માફ કરજો હું આપને સલાહ તો નહિ આપી શકું કેમ કે મને એ બાબતે કોઈજ ખ્યાલ નથી , પણ હા તમે જેવું વ્યક્તિત્વ દર્શાવ્યું છે ધોરિયાઓ નું , એવું અહી ભારતમાં પણ જોવા મળે છે, ખાવા પીવા ને રહેવાના ઠેકાણા ના હોઈ પરંતુ જોઇને લગેજ નહિ કે કેટલ પાણીમાં છે. પણ હા હું આપની માટે ભગવાને પ્રથાન કરીશ કે આપને જલ્દીથી જલ્દી આપના પૈસા પાછા મળી જાય. અને હા અપનો લેખ વાંચવાનો ગમ્યો. આભાર

 3. jaychirag કહે છે:

  વિરેનભાઈ,
  તમારી વાત અને રજૂઆત બંને સમજાયા. ‘ઓથાર’ મારું પ્રિયતમ પુસ્તક છે અને તેને મે અસંખ્ય વાર વાંચ્યું છે. માટે એક સુધારો સૂચવું કે શ્રી અશ્વિની ભટ્ટની ‘ઓથાર’નો જે રેફરેન્સ આપ્યો છે, તે થોડોક ખોટો છે. ફરી એકવાર તેને વાંચશો, તો તમને પોતાને પણ એમ જ લાગશે.
  સસ્નેહ,
  ચિરાગ ઠક્કર ‘જય’

 4. jaychirag કહે છે:

  ‘ઓથાર’ વિશે મે લખેલી પોસ્ટઃ http://www.chiragthakkar.me/2011/02/blog-post_20.html

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s