હવે શું?


હ્રીદયને કોરી ખાતો ઉચાટ થાય શું કરવા? ઘણે ખરે, જીવનમાં નાનો-મોટો ઉચાટ દરેકને થાય અને થયા જ કરે. ઉચાટ કેવા પ્રકારનો છે એ ઘટના પર આધારિત છે.

મારા કાકા જમવા બેઠા હોય અને ધારો કે કોઈકનો ફોન વાગ્યો, તો ઉઠીને ફોન લેવા દોડે. એટલે કાકી કાયમ કહે કે શાંતિથી જામી તો લો, એવું કેટલુંક અર્જન્ટ કામ હશે તો તમારે કોળિયો છોડીને ય ભાગવું પડે છે. હકીકતે એવું અર્જન્ટ હોતું જ નથી કે દોડીને ભાગવું પડે. આને ફોનનો ઉચાટ કહેવાય.

મારા કાકી છે એને એવું કે, એ આવું ટેન્શન ના લે. એ શાંતિથી જમે, પછી જુવે કે કોનો ફોન હતોને મન થાય તો જ ફોન કરે. એટલે તદ્દન નિર્લેપ (ફોનની બાબતમાં).

પણ આવા જુદા જુદા ઉચાટનો અંત નથી.

તમારે ધારો કે કોકને ફોન કરીને એની પાસેથી કૈક માહિતી લેવાની છે પણ એ ભાઈ એવા કોમ્પ્લેક્ષ્ પ્રકારના છે કે એમની જોડે એ વાત કરવાના વિચાર માત્ર થી જ આપણને એ કામ કરવાનું મન ના થાય.

મારે એક વાર એક મિત્ર પાસેથી કશુક માંગવાનું હતું. હવે એ મિત્ર થોડો યુનિક પર્સનાલીટી. એટલે તમારે એની સાથે બોલવામાં થોડું ધ્યાન રાખવું પડે. નહિતર એને માઠું લાગી જાય કાં તો મને માઠું લાગી શકે (એટલે કે આપણું અપમાન કરી નાખી શકે અને તમે ક્યાં જાવ એવું કરે તો?) તે એની જોડે આવું કૈક દિલ કરવું પડે એવું જ હોય તો એ કામ હું હંમેશા ઠેલ્યા કરું પણ મનના એક ખૂણે એ કામ બાકી છે એવું હંમેશા ઘુમરાયા કરે. તે એને ય ઉચાટ જ કહેવાય ને?

એટલે એમાં થાય એવું કે ટીવી પર અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિનું સંચાલન કરતા હોય, પ્રશ્નોની ઝાડી બરાબર ચાલી હોય ને એકાએક યાદ આવે કે પેલા દિવ્યેશને ફોન કરીને વીડીઓ કેમેરાનું કહેવાનું છે. એટલે એકાદ-બે ક્ષણ માટે મૂડ ખાટો થઇ જાય. અને આપણે એમ વિચારવા માંડીએ કે આ હજુ બાકી છે અને કરવું પડશે (અને શા માટે આવું કામ કરવાનું ઉભું થયું?)

પણ આ તો ખાલી વિડિઓ કેમેરો ઉછીનો લેવાનો છે અને ઉચાટ એટલે થાય કે દિવ્યેશ એવું કહી શકે કે જો મિત્ર, તને ચલાવતા ના આવડે તો મારો મોંઘો બે હજાર ડોલરનો એચ. ડી. કેમેરા બગડી જાય. આપણું ખુલ્લંખુલ્લા મોઢું તોડી લે એવું બને. (અને ધારો કે કેમેરો લીધો અને ખરેખર પડી ગયો તો!!!, માર્ફીનો સિદ્ધાંત એ છે કે જો કશુક ખરાબ થવાની શક્યતા છે તો ખરાબ થશે જ. તો મારું તો હ્રિદય ત્યાં જ ધબકારો ચુકી જાય! એવું જો થાય તો હું તાત્કાલિક $2100નો ચેક લખી દેવાની તૈયારી કરી જ નાખું!) કાંતો દિવ્યેશ એવું કહી નાખે કે મારા કઝીનને આપ્યો છે (કદાચ ના આપ્યો હોય તો પણ એવો મને વિચાર ઉભો થાય). તે આ બધી કલ્પનાઓના કારણે જ આ કામ કરવું ના ગમે અને તો ય કરવું પડે એવું જ હોય તો ઉચાટ થઇ જાય. આપણને એમ થાય કે બર્થડે માં સાદા કેમેરા થી જ ફોટા પાડી લઈએ તો. (અને વીડીઓ કેમેરો પેલા શૈલેશ જોડે ના જ હોય જેની પાસે માંગતા આપણને કઈ વાંધો આવે એવું ના હોય…!!!)  અને આવા ઉચાટને કારણે આપણી કે બી સીની મજા એ બે-ત્રણ મીનીટ માટે મારી જાય.

પણ આવા તો અસંખ્ય ઉદાહરણો છે. આજે ત્રીજા સેમેસ્ટરનું રીઝલ્ટ આવવાનું છે અને સવારથી જ પેલું લીનીયર ઇલેક્ટ્રોનિક્સ-૨ નું પેપર આપણને યાદ આવ્યા કરે…ત્રણ-ચાર વાર તો એમ થાય કે, ના ઇન્ડકશનનો જે દાખલો હતો એનો જવાબ સાચો જ છે. કોક વાર એમ લાગે કે ખરેખર સાચો જવાબ છે એમાં ભૂલ છે ને એમ થાય કે આપણી રીત સાચી હતી કદાચ. મનનો સ્વભાવ જ એવો ને કે મનને જે ગમે એ સાચું માનવા પ્રેરાય છે.

તે રિઝલ્ટના દિવસે તો સતત ઉચાટ રહે (ઉત્સાહ રહે કે આતુરતા હોય એવા લોકો ય હોય પણ ઓછા). મને તો એવું થાય કે રીઝલ્ટ જોવું જ  નથી. અને આપણી આજુબાજુનું વાતાવરણ પણ એટલું ધાર્મિક તે હું ય  એમાં ખેંચાઈ જાઉ. વલ્લભસદનના દર્શન કરીને રીઝલ્ટ લેવા જઈએ. પણ હવે પેપર લખે તો ૧ મહિનો થઇ ગયો હોય, તો દર્શન કરવાથી પેપરનું લખાણ કે જવાબો થોડા જ બદલાઈ શકે?

એટલે ક્ષણ ભર કે દિવસભરનો ઉચાટ જીવનમાં જ વણાયેલો હોય છે. તમારે બોસની પાસે પગાર વધારો માંગવો હોય કે પછી ગાડી મિકેનિક પાસે લઇ જઈને રીપેર કરાવવાની હોય (એમાં કેટલો ખર્ચ કહેશે એનો ઉચાટ). કાંતો ના ગમતા કામો કરવાના હોય, એપ્રિલ આવતા પહેલા ટેક્ષ ભરવાનું કામ હોય એનો ઉચાટ  હોય કે ડીસેમ્બરમાં પ્રોપર્ટી ટેક્સ ભરવાનો બાકી હોય! આવા કામો ક્ષણભરના ઉચાટો આપી જાય છે.

જે કામ કરવા જ પડે એવા હોય પણ ગમે ના એવા હોય અથવા તો આપણો કોઈ કંટ્રોલ ના હોય એવા કામ સહુથી વધુ ઉચાટ આપનારા હોય છે.

પણ જયારે ક્ષણભર કે દિવસભરથી પણ લાંબો ઉચાટ ચાલે તો એ આપણને ખુબ પરેશાન કરી શકે.

અમારી કુમ્પનીમાં એક સમય એવો હતો કે ખુબ જ પ્રગતિ. નોર્ટેલ નેટવર્કમાં એટલું બધું હાયરીંગ ચાલે કે એક સમયે કુલ નોકરિયાતો લગભગ એક લાખ અઢાર હજાર. પણ પછી ઇકોનોમી મંદ પડવા લાગી. જયારે ૨૦૦૧ આવ્યું ત્યારે કુ.માં એમ લાગતું હતું કે જોઈએ એટલું કામ નથી. તે પછી શું થાય? કુ. એ દસ હજાર લોકોને જોબમાંથી છુટા કરવાનું નક્કી કર્યું.

તે આપણા માટે તે આ નવી વાત. મને એમ થયું કે આપણોય નંબર લાગે તો? અને કોનો નંબર લાગે એની કોઈને ય ખબર ના હોય. તે આવા વખતે કેવો ઉચાટ થાય? એક તો ઇન્ડિયાથી આપણે નવા નવા આવ્યા હોઈએ (૨ વર્ષ વીત્યા હતા). નવી સવી જોબ મળી હતી અને પહેલા જ ઝાટકે દસ હજાર લોકો…

જો જોબ જતી રહે તો એચ-૧ વીસના નિયમ પ્રમાણે ૩ દિવસ કે ૩૦ દિવસમાં શોધવાની. નહીતર ભારત ભેગા. હવે બીજી જોબ મળી તો શકે પણ એમ લાલ જાજમ પાથરીને રાહ જોતી થોડી બેઠી હોય? “વિરેનભાઈ, આમ, પ્લીઝ, આ બાજુ આવો, આટલો પગાર ચાલશે?”  અને કંપનીમાં દરેક જણનો પ્રયત્ન પોતાની જોબ પુરેપુરી સાચવવાનો હોય.

તે મને ઉચાટ તો એવો સતત રહે કે એનો અંત જ ના આવે. તમને ક્ષણનો કે દિવસનો ઉચાટ તો કામ પૂરું કરો એટલે જતો રહે. દીવ્યેશે કેમેરાની ના પડી કે લઇ કેમેરો આવી ગયો એટલે વાત પૂરી. આ વાત એવી કે શું થવાનું એની ખબર જ ના હોય. તમારા મનમાં એક જ પ્રશ્ન ઘુમરાયા કરે કે હવે શું? અને એનો અંત જ ના આવે. આવો ઉચાટ મનમાં એવો કબજો જમાવીને બેઠો હોય જેમ પાણીમાં ખાંડ ઓગળીને સમરસ થઇ  જાય એવી રીતે આ ઉચાટ મનમાં સમરસ થઇ ગયો હોય.

તે આવો ઉચાટ થાય એને હેન્ડલ કરી શકાય ખરો? એની ચાવી હાથ લાગે ખરી?

Advertisements

About વિરેન શાહ

મારા બ્લોગ પર આપણું સ્વાગત છે. હું મૂળે અમદાવાદનો અને યુંએસેના ડલાસ શહેરમાં રહું છુ. મારા વિચારોને અહી બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરું છુ. આપનો અભિપ્રાય આવકાર્ય છે.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

One Response to હવે શું?

  1. jagdish48 કહે છે:

    સપ્ટેમ્બર પછી આજે ફરી મુલાકાત લીધી, કેટલીક પોસ્ટ વાંચી. ઉચાટ, ઇન્સીક્યોરીટી શબ્દો/લેખ સતત જોવા મળ્યા. એક સરળ કામ એ થઈ શકે તેમ છે અને તે –
    ‘જે છે તે સ્વીકારવું’. જો આસ્તિક હો તો ‘જેહના ભાગ્યમાં જે લખ્યું તેહને તે સમે તે જ પહોંચે’ સ્વીકારી લો.
    ડલાસમાં ‘વિપશ્યના’ ના કોઈ કેન્દ્ર હોય તો તેમાં દસ દિવસ જઈ આવો. મન સમદ્રષ્ટિ કેળવશે.
    માફ કરજો, વણામાગી સલાહ આપી દીધી, આપનું મેઈલ આઈ ડી હોત તો મેઈલ કરત. કોઈ વાર મારા બ્લોગ પરના ‘હળવા બનો’ પેઈજની મુલાકાત લેશો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s