સિમટી હુઈ યે ઘડિયા, ફિર સે ના બિખર જાયે….


જે વાતની રાહ જોતા હોઈએ એ ઘટના જયારે ખરેખર બને ત્યારે કેવો અપાર આનંદ થાય? તમારું મન હાથમાં ના રહે. અને આવું એક વાર નહિ કેટલીયે વાર થાય. અમુક સમાચારો સાંભળીને મને ક્યારેક આનંદથી જ ભુખ ના લાગે. એવા કેટલાયે પ્રસંગો છે જે યાદ કરીને આજે ય મન આનંદથી ભરાઈ જાય.

અમેરિકામાં મારું માસ્ટર્સ મેં યુનિવર્સીટી ઓફ ટેક્સાસ, આર્લિંગટન ખાતેથી કર્યું હતું. એ વખતે અમે ત્યાં યુનિવર્સીટી પર જ રહેતા હતા. ત્યારે નક્કી કર્યું કે પપ્પા-મમ્મીને અમેરિકા ફરવા બોલાવી લેવા. તે એના માટેના કાગળિયા એટલા બધા લાંબા પહોળા હોય કારણકે મુંબઈ ખાતેની અમેરિકાની કોન્સ્યુલેટની કચેરીમાં કશું પાક્કું ના હોય. કોને કયા કારણસર વિસા આપવા અને કોને ના આપવા એનો કશો નિયમ નહિ. એટલે પુરેપુરી તૈયારી કરી નાખી હતી. સ્પોન્સરશીપના  કાગળિયા જોડે બીજી કેટલીયે વિગતો આપવી મોકલાવી જોઈએ. એટલે મેં જરૂરી હોય એવા તમામ કાગળિયા બે-ત્રણ વાર ચેક કરીને મોકલી દીધા. કાગળીયાની દ્રષ્ટીએ અમારી તૈયારીમાં કોઈ ભૂલ ના હતી. આમાં સહુથી અગત્યની વાત એ છે કે મુંબઈ કોન્સ્યુલેટના અધિકારીઓને તમારે એવું બરાબર સમજાવવું પડે કે બાળકોને મળીને ભારત પાછા આવી જઈશું. અને એની એક જ (કે બે) તક હોય. તે પપ્પા મમ્મીને કોન્સ્યુલેટમાં ગયા પછી વિસા મળી પણ ગયા. અને એ લોકોના આવવાની તારીખ પણ નક્કી થઇ ગઈ.

તે અમને તો એવો આનંદ થાય. જે દિવસે વિસા ગ્રાન્ટ થયેલા એ દિવસે તો આખો દિવસ ખુશી હોય એવું લાગે. આપણે કામ કરતા હોઈએ પણ મનમાં એક પ્રકારનો આનંદ ચાલતો હોય. વીસાના પપેર મોકલવાથી માંડીને પ્રશ્નોત્તરીની જે આખી કવાયત કરી હોય એ સળંગ મનમાંથી પસાર થતી હોય. અને છેવટે મિશન એકમ્પ્લીશ્ડની અદ્ભુત લાગણી થાય. એનું બીજું કારણ કે આ કામના આઉટકમનો હંમેશા મનમાં ડર હોય અને છેવટે એ સકસેસફુલી પતે ત્યારે મનમાં જાણે આનંદનો અતિરેક થઇ જાય. એ દિવસે કોઈ પણ મિત્ર સામો મળે તો બે ઘડી ઉભા રહીને આનંદપૂર્વક વાત કરવની ઈચ્છા થાય, કોઈ કારણ વગર જ. તમને એમ થાય કે જીવનમાં કોઈ પ્રશ્નો છે જ નહિ (જો કે એ તત્ક્ષણની જ અનુભૂતિ છે). તમારું દિલ ખુશ થઇ ગયેલું હોય.

તે આવું તો કેટલીયે વાર થાય. બારમાં ધોરણમાં મેં એવું જોયું હતું કે વાર અમારી સ્કુલમાં હોશિયાર હોય, બધી તૈયારી કરી હોય તો એ કોઈ કોઈ વાર સીનીયર લોકોના રીઝલ્ટ સારા નહતા આવતા. અને પછી એડમીશનની દોડધામ અને શું કરવું એની પારાવાર વિમાસણ. હવે આપણે ત્યાં બારમાં ધોરણનો સિલેબસ જ એટલો બધો લાંબો પહોળો કે એટલી બધી તૈયારી કરો ત્યારે સ્કોર થાય. અને જો એ વખતે સ્કોર ચુકી ગયા તો ગયા. તે વખતે જે લાઈન મળે એના આધારે જ લગભગ બીજું બધું ય ગોઠવાય. તે અમારા સાહેબ અમને ભણાવતા હોય ત્યારે અમને કહે કે છોકરો બારમામાં દુબળો પડી જાય. તે એમાં મારી તૈયારી તો ખુબ, પપ્પા-મમ્મીનો પુરેપુરો સહકાર. પણ રિઝલ્ટના દિવસે તો એમ જ થાય કે આજે શું થશે!! આપણે પેપરમાં સરસ લખ્યું હોય તો ય માર્ક સારા ના આવે તો? એવું બને ય ખરું. કારણકે મેન્યુંઅલી પેપર તપાસતા હોય ત્યાં ગમે તે થઇ શકે.

નસીબજોગે મારે રીઝલ્ટ ઘણું સરસ આવ્યું. તે એ દિવસે તો એટલો આનંદ થાય, એમ થાય કે આજે તો જગ જીતી ગયા છીએ. હવે બીજી ગમે તે મુશ્કેલી આવે, બધું જ પહોચી વળીશું. તમને એમ થાય કે આનાથી બીજી સારી ઘટના બની જ શું શકે. આનંદનો અતિરેક થઇ જાય. આનંદરસમાં એવા તે તરબોળ થઈએ કે એમ થાય કે સિમટી હુઈ એ ઘડિયા ફિર સે ના બિખર જાયે.

અમેરિકા યુનિવર્સીટીમાં ભણવા માટે હું જયારે આવ્યો ત્યારે દરેક વિદ્યાર્થીને Out of State ટ્યુશન ફી ભરવી પડે જે સામાન્ય ફી કરતા ત્રણ ઘણી વધારે હોય. અને પાછો રહેવા જમવાનો ખર્ચ અલગ. એટલે એ બધાને પહોચી વળવા માટે તમારે રિસર્ચ આસીસ્ટન્ટશીપ મેળવવી પડે. એ કામ દરેક કોલેજમાં એટલું બધું અઘરું હોય અને એટલી બધી કોમ્પીટીશન હોય!! વાત ખુબ લાંબી છે પણ એક સેમેસ્ટર પછી મને આસીસ્ટન્ટશીપ મળી ગઈ ખરી. ત્યારે એમ લાગ્યું કે આ ઘટના તો પહેલા બનેલી તમામ ઘટનાઓ કરતા ખુબ જ મહત્વની (અને ખુશીવાળી) છે. અને સાચે, એ દિવસે જે આનંદ થાય લગભગ અવર્ણનીય હોય. જેટલી વાત અઘરી એટલો આનંદ વધુ એવું લાગે. (આજે એવું ના યે લાગે કે એ ઘટના જ સહુથી મહત્વની છે એવું)

આમ જોવા જાવ તો જયારે જયારે પણ સહેજ આનંદ આપનારી ઘટના બને એટલે મન પુલકિત થઇ જ ઉઠે. તમે વર્ષો પછી ભારત જઈને પપ્પા-મમ્મી અને સ્વજનોને મળતા હોવ, ત્યારે એવું થાય કે સમય આટલો જલદી કેમ પસાર થાય છે. ઇન્ડિયા જવાની તારીખ આજે નક્કી કરી હોય પણ મન તો એમ જ કહે કે ક્યારે એ તારીખ આવી જાય અને ઇન્ડિયા પહોચી જઈએ. મન એ તારીખની રાહ જોવા ઝાલ્યું ના રહે. પણ ઇન્ડિયા જાવ ત્યારે એમ થાય કે હજુ આજે તો જાણે આપણે આહી આયવા છીએ ને પાછો જવાનો સમય થઇ ગયો. ફરીથી એમને એમ થાય, કે આ સમયને પકડી રાખીએ. સિમટી હુઈ યે ઘડિયા, ફિરસે બિખર ના જાયે.

કે પછી તમારે ઘરે નવું ટીવી આવ્યું હોય કે નવી નોકરી મળે. કે ઇવન નવી નોકરી માટે ઇન્ટરવ્યૂનો કોલ આવ્યો હોય. કે પછી તમે નવી ગાડી લીધી હોય. અરે, તમારા માટે જીમેન્શીયમની મેમ્બરશીપ લીધી હોય તો યે તમે એક્સાઈટેડ હોવ છો. આજે સાંજે ઘરે ગુલાબ જાંબુ બનાવેલા છે, તો એ વિચારથી મન ખુશ થઇ જાય. જયારે એ વિચાર આવે ત્યારે જ આનંદની લહેરખી દોડી જાય. વેકશનમાં ક્યાંક ફરવા જવાનું બુકિંગ કરાવ્યું હોય તો એ વિચાર પણ આનંદ આપે. આજે પેલા વર્ષો જુના મિત્ર નૈતીકને મળવાનું છે, કાલે બામ્બુ ગાર્ડન નામની નવી રેસ્ટોરન્ટમાં જમવાનું છે, કે પછી ક્રિસમસનું વેકેશન પડવાનું છે. નાની-મોટી કેટલીયે ઘટનાઓ ખુશીઓ આપતી જ રહે. જીવનમાં જુદા જુદા સમયે આનંદની નાની-મોટી ઘડીઓ આવ્યા તો કરે જ. ભલે ને તમે જીવનના કયા તબ્બક્કામાં હોવ.

આપણને આ આનંદની ઘડીઓનો કોઈ વાંધો ય નથી. મન ક્યારેય એમ નથી કહેતું કે આ ઘડીઓ કેમ આવી. મન તો ખરેખર આવી ઘડીઓ ઝંખે છે. મનોમન ભગવાનને એવું કહેવાઈ જાય કે પ્રભુ, મારા મનને કાબુમાં રાખવાની પ્રેરણા આપજે જેથી આવી ઘડીઓ આવે.

અમુક લોકો અમુક ઘટનાને એટલી તીવ્રત્તાથી ઝંખે છે કે એવું કહે કે આજે આ વાતનો મને એટલો તો આનંદ છે કે હવે મોત આવે તો એની પણ પરવા નથી. દુનિયામાં કોઈ જ એટલો દુ:ખી વ્યક્તિ હોતો નથી જે સળંગ આવી ઘડીઓ વગર જીવન જીવતો હોય. ક્યાંક, ક્યારેક તો એવા નાના-મોટા પ્રસંગો બને જ કે જે મનને ખુશ કરી દે (કદાચ તત્ક્ષણ પુરતા) એના વગરનું જીવન મનુષ્ય અવતારમાં શક્ય જ નથી. નહીતર એ મનુષ્ય નથી એવું કહેવાય.

તે આવી આનંદની ઘડીઓ કેમ આવતી હશે? એવું થવું જરૂરી છે ખરું? (જો કે આવો આનંદ પણ શાશ્વત નથી, એ ક્ષણભરનો જ હોય છે) બીજી વાતો ફરીથી.

Advertisements

About વિરેન શાહ

મારા બ્લોગ પર આપણું સ્વાગત છે. હું મૂળે અમદાવાદનો અને યુંએસેના ડલાસ શહેરમાં રહું છુ. મારા વિચારોને અહી બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરું છુ. આપનો અભિપ્રાય આવકાર્ય છે.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

3 Responses to સિમટી હુઈ યે ઘડિયા, ફિર સે ના બિખર જાયે….

  1. મિલન શાહ કહે છે:

    ઘણું સરસ વર્ણન. આવાં આનંદ જ ઘણી વાર મનમાં થતાં ઉચાટ સામે જીવનને સમતોલ રાખે છે. હમણાં બે અઠવાડિયા પહેલાં ની જ વાત છે. અમેરિકા માં સ્થાયી થવા માટેની અરજી કરેલી છે, તે મારાં એમ્પ્લોયરએ કેટેગરી-૩ માં અરજી નાખી છે, એને આવતા લગભગ ૭ વરસ ઉપર થઇ જય, અને હમણાં જ કેટેગરી-૨ ની અરજીઓની તારીખ ઘણી આગળ વધી ગઈ અને એવું થયું કે જો મારાં એમ્પ્લોયરએ એમાં અરજી ફાઈલ કરી હોય તો ગ્રીનકાર્ડ તરત જ આવી જાય. એટલે આવું સાંભળી ને મનમાં ઉચાટ ચાલુ થયો કે હવે કઈક કરવું પડશે. ભલે એમાં તાત્કાલિક કઈ નાં કરી નાખીએ પણ મગજ માં એક પ્રક્રિયા ચાલુ થઇ જાય કે આવું કરવાનું છે. એની સામે હમણાં ગયાં અઠવાડિયે એક ફોન ખરીદ્યો, લગભગ ૩૦૦ ડોલરમાં, તો એનાથી પાછો મન એ એટલો બધો આનંદ થયો, આ આનંદ એકદમ ક્ષણિક જ હોય પણ તોય ૨ દિવસ તો એવું લાગ્યું કે બધું બરાબર જ છે અને આખો પેલો જે પ્લાન મનમાં ચાલ્યા કરતો હતો એ થોડીક વાર માટે ભૂલી ગયો. એટલે જીવનમાં આવાં ઉચાટ અને આનંદ બંને રહેવાના જ અને એ તમને ફાવે એટલી સારી રીતે નિર્ણયો લઇ ને આગળ વધતા જવાનું પછી બહુ ચિંતા કરવી નહિ… આમેય જીવન માં તમે પ્લાનીંગ ને કંટ્રોલ કરી શકો પણ એના આઉટકમને નહિ, એટલે …. દીધે રાખો બાપલીયા …

  2. “જ્યારે કોઈ કામ પૂરા દિલથી, લગનથી…મનથી નિયત કરી કરવામાં આવે ત્યારે આખું બ્રહ્માંડ તમને મદદ માટેના રસ્તા ખોલી આપે છે.” આ જ આપણા મનની અગાધ શક્તિ છે.

  3. Hiral કહે છે:

    દિવાળીમાં ઘરની સફાઈ કરીએ અને બેઠકખંડને સરસ સજાવીએ એમ, નિયમિત આપણા મનના ઘરને પણ આવી સરસ વાતોથી સજાવીને બીજી કચરો વાતોને ડસ્ટબીનમાં નાંખીએ તો, દિવસે ને દિવસે વધુ સારી રીતે જીવી શકીએ.
    અને જયારે આ સિમટી હુઈ ઘડિયા બિખર જાયે ત્યારે ખરેખર આ સુંદર ઘડીઓથી સજાવેલું આપણું મન આપણને સધિયારો આપે કે, take it easy. આ પણ હંમેશા ટકવાનું નથી. :))

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s