ઉપાય હાજીર છે


આપણે આપણા આખા દિવસની પેટર્ન જોઈએ તો ખબર પડે કે દિવસમાં કેટલીયે વાર આપણે ખુશ હોઈએ ને સાથે સાથે સહેજ દુ:ખી પણ હોઈએ. દુ:ખી એટલે એવું કે કેટલીય વાર મનને ના ગમે એવી વાતો થાય. કોઈક વાતની તીવ્રતા વધુ હોય તો કોઈક વાતની તીવ્રતા ઓછી હોય.
ધારો કે સવારે ઉઠીને કોઈક કામ યાદ આવ્યું અને ઘરેથી નીકળી ગયા હોઈએ. કોઈક વાર અમુક ઘટના બને એનું ફ્રસ્ટ્રેશન થાય. ધારો કે તમારે સવારે વહેલા ઉઠવાનું છે. બસ એ વિચારથી સાંજે બેચેની થઇ જાય (‘ફ્રસ્ટુ’ થઇ જવાય). ધારોકે કોઈકની જોડે અણગમતી દલીલબાજી થઇ જાય, અને મન તમારું ફ્રસ્ટેટેડ! મન ખાટું થઇ જાય. મન પર ફ્રસ્ટ્રેશન આવે કે મન/હ્રિદયને ઉચાટ થાય એવું થાય તો શું કરવું?
હવે ધારોકે કૈક એવી ઘટના બની (નાની કે મોટી) જેનાથી આપણે તત્ક્ષણ ફ્રસ્ટેટેડ થઇ ગયા, દિલો-દિમાગ પર એ ઘટના એ કબજો કરી લીધો. ધારોકે કોઈકની સાથે બેફામ આક્ષેપબાજી થઇ ગઈ. તમે મૌન રહેવાનું પસંદ કરો કે ધારદાર ઉગ્ર દલીલબાજી, તમારું મન અપસેટ થવાનું જ છે.
ધારો કે તમારી ગાડીમાં પંચર પડ્યું ને તમારે અર્જન્ટલી ક્યાંક જવાનું છે, તત્ક્ષણ માટે તો તમે બરાબરના છટપટાઓ એવું થાય. પણ પછી તમે રસ્તો શોધો કે વાંધો નથી, હવે જોબ પર ફોન કરીને કહીશું કે લેટ આવીશું અને પંકચર રીપેર કરવાની વ્યવસ્થા કરો. મોટે ભાગે કોઈ પણ આવી ઘટના બને એટલે તમે તાત્કાલિક તો હતપ્રભ થઇ જ જાવ પણ કળ વળે એટલે રસ્તો શોધી લો. મોટી વાત હોય તો રસ્તો શોધતા વાર લાગે, પણ હોમો સેપિયન્સ રસ્તો તો શોધી જ કાઢે. કોઈક વાર રસ્તો શોધતા શોધતા મનને ભયંકર ફ્રસ્ટેશન થાય.
પણ અમુક વાતોથી મન અકળાઈ જાય. ધારો કે એવી ખબર પડી કે પાકીટ ખોવાઈ ગયું છે (કે ચોરાઈ ગયું છે). કોઈનું પણ મન અકળાય ના એવું શક્ય જ નથી. તત્ક્ષણ જે મુખ ગ્લાન થઇ જાય અને હ્રિદયમાં ધ્રાસકો પડે! પણ પછી શાંત થઈએ ત્યારે વિચારીએ કે ક્યાં મૂકઈ ગયું હશે અથવા તો જો ખરેખર ખોવાઈ ગયું તો તરત જ મન પોતાને જ મનાવવા લાગે કે પાકીટમાં એટલા બધા રૂપિયા તો હતા નહિ અને ખાસ કરીને પેલા તે દિવસે હાથમાં આવ્યા એ સારું થયું કે એમાં ના મુક્યા એવું બધું.
કોક વાર ફ્રસ્ટ્રેશન થાય એવી ઘટના બને તો ય આપણે એને ધ્યાન પર નથી લેતા કારણકે આપણે એટલા મુસ્તાક હોઈએ છીએ કે એને પહોચી વળીશું. ધારો કે ડીવીડી રેડબોક્ષમાં નાખવાની રહી ગઈ. ભલે, એક ડોલર લેટ ફી આપી દઈશું. પણ મન અકળાઈ ના જાય.
અચાનક જ બની જાય એવી ઘટનાના ફફ્રસ્ટ્રેશનમાંથી બચવું અશક્ય છે. પણ વારમવારની ઘટનાઓ પરથી આપણને એટલું તો ખબર પડે જ છે કે આપણે કોઈકને કોઈક રસ્તો શોધી જ કાઢવાના છીએ, પણ છતાંયે આપણે પળવાર માટે હતપ્રભ કેમ થઇ જઈએ છીએ? અથવા ફ્રસ્ટ્રેશનની લહેરખી મનમાં કેમ લહેરાવા દઈએ છીએ? જો રસ્તો શોધવાના જ હોઈએ એવી ધારણા હોય તો મનને અપસેટ શું કરવા થવા દેવું? એને બદલે હંમેશા આનંદમાં જ શું કામ ના રહેવું?
કૈક સરસ ઘટના બને તો આપણે કેટલાયે કલાકો સુધી આનંદમાં રહીએ એવું કોઈક ઘટના બન્યા વગર કેમ ના કરી શકાય? આપણે જો મનને આનંદમાં રાખવાનું એવોઈડ કરી નથી શકતા તો મનને ઉદાસ રાખવું પણ કઈ રીતે એવોઈડ કરી શકીએ? આપણે એકાદ નાની શી આનંદ આપનારી ઘટના હોય એનાથીયે પુલકિત થઇ ઉઠીએ છીએ તો સાથે સાથે ના ગમતી ઘટનાઓય મનને દુ:ખ આપવાની જ છે.
એવું શક્ય છે ખરું? પ્રયોગ કરવા જેવો છે. એનું પહેલું પગથીયું એ છે કે દિલ-દિમાગને દુ:ખી કરે એવો એકાદ વિચાર પણ મનમાં આવે, નાનકડો, સાવ જ નાનો, તો પણ એને ઓળખાવો. ભલે ઉપાય કરીએ કે ના કરીએ. પણ એક વાત યાદ રાખવી કે એવું યાદ કરવું કે આવો વિચાર આવ્યો છે. બીજું પગથીયું એ છે કે જો વિચાર ઓળખાતા આવે તો એવું મનને બરાબર ઠસાવવું કે ગમે એવી ઘટના બની છે, ગમે તેટલી ભયંકર ઘટના બની છે તો યે એનો ઉપાય મળવાનો જ છે. એટલી જીવન પર પુરેપુરી શ્રદ્ધા રાખવી કે જે પણ થઇ જવું હોય એ થશે અન એથી મારે ઉચાટ કરવાનો નથી. હું એનો ઉપાય શોધી જ કાઢીશ. અને આપણે આજ સુધીમાં હજારો અને હજારો પ્રસંગોએ જાત જાતના ક્રિયેટિવ ઉપાયો શીધેલા જ છે. અને કૈક સરસ બન્યું હોય એવા આનંદમાં રહેવું.
પણ રીયાલીટી ચેક કરીએ, તો આવું કરવું વાસ્તવમાં શક્ય છે ખરું? એમાં જુદા જુદા સમયે તમે થાકેલા છો કે નહિ, તમારી આજુબાજુ કયા લોકો ઉભા છે (મિત્રો, સગાઓ, જોબના કલીગ્સ, સાસરીના લોકો!!), કે પછી તમારે ખરેખર કૈક અર્જન્ટ કામ ચાલી રહ્યું છે એ જ વખતે બીજું કાકી કામ આવી ગયું તો? અને એવી કેટલીયે પરિસ્થિતિઓ ચાલતી હોય કે તમારે મનને હંમેશા કાબુમાં રાખવું અને તો યે ફ્રસ્ટ્રેશનમાં જવા ના દેવું એવું કરી શકાય?
એવું કરી ત્યારે શકાય જયારે તમે ફ્રસ્ટ્રેશનની માત્રાને અમુક હદથી વધવા ના દો. થોડુંક ફ્રસ્ટ્રેશન તો થવાનું જ છે, પણ આપણો ઉપાય જે આપણા મનના ખિસ્સામાં હંમેશા હમેશા માટે હાથવગો રાખ્યો છે: આનો ય ઉપાય મળશે જ. એ વારમવાર યાદ કરવો. અને ઉપાય શોધવા પર કામ ચાલુ રાખવું. અગત્યનું એ છે કે ફ્રસ્ટ્રેશન તમારા દિલો-દિમાગ પર હાવી થઇ જાય, તમારા મનના અણુંએ અણુંને તણાવગ્રસ્ત કરી નાખે એવું નહિ થવા દેવું.
મનના વિચારોને ઓળખવા અને ધ્યાન રાખી રાખીને એને સિફતપૂર્વક બહાર કાઢવા એ ખૂબી જો આપણે શીખી શકીએ તો ઘણાયે અઘરા કામો કરી શકીએ. કેટલીયે મુશ્કેલીઓનો સરળતાથી સામનો કરી શકીએ. ઈવોલ્યુશનની થીયરી પ્રમાણે આપણું મન આ બધી જ ખૂબીઓથી સજ્જ છે જ. માત્ર વાત એનો ઉપયોગ કરીને અમલમાં મુકવાની છે.
આની જો વારમવાર પ્રેક્ટીસ કરવામાં આવે તો મનને શાંત રાખી શકાય? ત્યારે પછી પેલી વાત યાદ આવે: અમારા આ દીપકભાઈની તો વાત જ જવા દો. એટલા બધા શાંતને કે પેટનું પાણીએ ના હાલે. ભૂકંપ થતો હોય તો યે ઘરમાંથી શાંતિથી બહાર નીકળે. આવા લોકો જન્મજાત મનને શાંત રાખી શકે એવા હોય છે. એમને નાની કે મોટી વાતોમાં ઉચાટ નથી થતો. એવું નથી કે દીપકભાઈએ જીવનમાં કશું એચીવ ના કર્યું હોય. હકીકતે આ શાંત રહેવાની આવડતને લીધે એમને સામાન્ય કરતાંયે કેટલીયે વધુ વસ્તુઓ મેળવી હોય કારણકે સ્વભાવ જ એવો કે જે ફાવે ને થાય એ કરીશ. એમને કોણ રોકી શકે?
આવી બધી પ્રેક્ટીસ કરવાથી શું થાય? જીવન સારી રીતે જીવી શકાય. જીવનમાં ભાવનાઓ અને એની અસરોને સારી રીતે મેનેજ કરી શકાય. અને સંતુલિત જીવન જીવી શકાય.
Advertisements

About વિરેન શાહ

મારા બ્લોગ પર આપણું સ્વાગત છે. હું મૂળે અમદાવાદનો અને યુંએસેના ડલાસ શહેરમાં રહું છુ. મારા વિચારોને અહી બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરું છુ. આપનો અભિપ્રાય આવકાર્ય છે.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

One Response to ઉપાય હાજીર છે

  1. સુરેશ જાની કહે છે:

    બહુ જ કામની અને દરેકને મૂંઝવતી સમસ્યા.
    એક પુસ્તક વાંચવા ભલામણ .
    http://gadyasoor.files.wordpress.com/2008/07/the-power-of-now-eckharttolle.pdf
    અચૂક વાંઅહવા જેવું અને અમલમાં તરત મૂકી શકાય તેવું .મારા જીવનમાં આ પુસ્તકે પાયાનો ફેરફાર લાવી દીધો છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s